
નમસ્તે મિત્રો આજે આવેલ રીક્વેસ્ટ how to make kala chana nu shaak ? તો આપણે કાચા કેળાનું શાક બનાવવાની રીત – kacha kela nu shaak banavani rit શીખીશું. do subscribe delicious tadka YouTube channel on YouTube If you like the recipe જો તમે બટાકા ના ખાતા હો કે ઓછા ખાતા હો તો આ શાક તમને ચોક્કસ ભાવશે અને એક વખત બનાવશો તો બીજી વખત બટાકા ના શાક ની જગ્યાએ આ જ શાક બનાવશો તો ચાલો જાણીએ kacha kela nu shaak recipe in gujarati – કાચા કેળા નું શાક બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
કાચા કેળાનું શાક બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 4-5 ચમચી
- કાચા કેળા 1 કિલો
- હળદર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી
- ધાણા જીરું પાઉડર 2 ચમચી
- લીલા ધાણા સુધારેલા 1 કપ
- નારિયળ ના ટુકડા ½ કપ
- મીઠા લીમડાના પાન 8-10
- ઝીણા સમારેલા ટામેટા 2-3
- અધ કચરી પીસેલી રાઈ 1 ચમચી
- જીરું 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- આદુ કતરણ ½ ઇંચ
- સૂકા લાલ મરચા 1-2
- લીલા મરચા સુધારેલા 2-3
- આમચૂર પાઉડર ½ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
કાચા કેળાનું શાક બનાવવાની રીત | kacha kela nu shaak recipe in gujarati
કાચા કેળાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ કાચા કેળા લ્યો એને પાણી થી ધોઈ લ્યો ત્યાર બાદ ચાકુ થી છોલી નાખો ને પાતળા પાતળા ગોળ સુધારી કટકા કરી લ્યો હવે એમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું અને ને બે ચમચી તેલ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં થોડા થોડા કેળા ના કટકા નાખી ગોલ્ડન તરી લ્યો ને કેળા તરી લીધા બાદ એને ઝારા થી કાઢી લ્યો ને બીજી કેળા તરી લ્યો આમ બધી કેળા ને તરી લ્યો
ત્યાર બાદ મિક્સર જારમાં સાફ કરી ધોઈ ને નાખો સાથે નારિયળ ના કટકા, મીઠા લીમડાના પાન, અધ કચરી પીસેલી રાઈ નાખી પીસી લ્યો ત્યાર બાદ બે ત્રણ ચમચી પાણી નાખી દર્દરા પીસી ને પેસ્ટ તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ સૂકા લાલ મરચા, આદુની કતરણ, લીલા મરચા સુધારેલા નાખી એક મિનિટ શેકી લ્યો હવે એમાં ટમેટા, અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠુ મિક્સ કરી ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો
હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં પીસેલી પેસ્ટ નાખી ધીમા તાપે બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં એક ગ્લાસ પાણી નાખી મિક્સ કરી લ્યો અને એમાં આમચૂર પાઉડર નાખી મિક્સ કરી લ્યો
પાણી ઉકળવા લાગે એટલે એમાં તરી રાખેલ કેળા નાખી મિક્સ કરી લ્યો અને ધીમા તાપે ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી પાંચ સાત મિનિટ રહેવા દેવું ત્યાર બાદ સર્વ કરો કાચા કેળા નું શાક
kacha kela nu shaak banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર delicious tadka ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
બટાકા નો હલવો બનાવવાની રીત | bataka no halvo banavani rit | bataka no halvo recipe in gujarati
સમોસા રોલ બનાવવાની રીત | Samosa roll banavani rit | Samosa roll recipe in gujarati
મિલ્ક પુડિંગ બનાવવાની રીત | milk pudding banavani rit | milk pudding recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે