નમસ્તે મિત્રો આજે આપણે આવેલ રીક્વેસ્ટ બટાકા સ્માઇલ બનાવવાની રીત બતાવો તો આજ- bataka ni smiley banavani rit શીખીશું. do subscribe Tiffin Box YouTube channel on YouTube If you like the recipe આજ કાલ બજારમાં બાળકો માટે અલગ અલગ પ્રકારના નાસ્તા મળતા હોય છે એમાં બાળકો ને સ્માઈલ કરતી બટેકા ની સ્માઈલી ખૂબ પસંદ આવતી હોય છે તો આજ આપણે ઘરે જ એ સ્માઇલી બનાવવાની એકદમ સરળ રીત શીખીશું તો ચાલો જાણીએ બટાકાની સ્માઇલ બનાવવાની રીત – bataka ni smiley recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
બટાકાનું સ્માઇલ બનાવવા જરૂરી સામગ્રી
- મરી પાઉડર 1 ચમચી
- બટાકા 5-6
- બ્રેડ ક્રમ ⅓ કપ
- કોર્ન ફ્લોર 2-3 ચમચી
- લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
- શેકેલ જીરું પાઉડર ¼ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
બટાકાની સ્માઇલ બનાવવાની રીત | bataka ni smiley recipe in gujarati
બટાકા ની સ્માઇલી બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કુકર મા કે તપેલી માં બટાકા ને બાફી લ્યો બટાકા બફાઈ જય એટલે એની છાલ કાઢી છીણી વડે છીણી લ્યો
હવે એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર, કોર્ન ફ્લોર અને બ્રેડ ક્રમ નાખી હાથ વડે અથવા ચમચા વડે બરોબર મિક્સ કરી લ્યો અને લોટ બાંધી એમ લોટ બાંધી લ્યો
હવે બાંધેલા લોટ ને તેલ લગાવેલ પાટલા પર મિડીયમ જાડી રહે એમ દબાવતા જઈ રોટલી હલકા હાથે બનાવો અથવા વેલણ વડે હલકા હાથે વણી લ્યો ને ઢાંકણ વડે ગોળ ગોળ કટ કરી લ્યો
ત્યાર બાદ સ્ટ્રો વડે ગોળ આંખો બનાવી લ્યો ને ચમચી વડે સ્માઈલ કરતો આકાર આપી દયો આમ બધા સ્માઈલી બનાવી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં તૈયાર કરેલ સ્માઈલી નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો
આમ બધી જ સ્માઇલી તરી લ્યો ને ઠંડી કરી સોસ સાથે સર્વ કરો બટાકા ની સ્માઇલી
bataka ni smiley banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Tiffin Box ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
પોટેટો લોલીપોપ બનાવવાની રીત | potato lollipop banavani rit | potato lollipop banavani recipe
બટેકા ના ભજીયા બનાવવાની રીત | batata na bhajiya banavani rit | batata na bhajiya recipe in gujarati
ખીચું સ્ટફિંગ બોલ બનાવવાની રીત | Khichu staffing ball banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે