નમસ્તે મિત્રો આજે આપણે લીલી મકાઈ ના ઢોકળા બનાવવાની રીત – lili makai na dhokla banavani rit શીખીશું. do subscribe Magic of Indian Rasoi YouTube channel on YouTube If you like the recipe આ ઢોકળા કોઈ પણ જાત ના આથા વગર ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો જાણીએ lili makai na dhokla recipe in gujarati – લીલી મકાઈ ના ઢોકળા ની રેસીપી માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
લીલી મકાઈ ના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી
- સોજી 1 કપ
- ખાટું દહીં ½ કપ
- મકાઈ ના દાણા 1 ½ કપ
- આદુ મરચા ની પેસ્ટ 2 ચમચી
- તેલ 1 +1+2-3 ચમચી
- હિંગ ¼+¼ ચમચી
- હળદર ¼ ચમચી
- ખાંડ ½ ચમચી
- લીંબુ નો રસ ½ ચમચી
- ઇનો 1 ચમચી
- મરી પાઉડર ⅛ ચમચી
- લાલ મરચાનો પાઉડર ⅛ ચમચી
- રાઈ ½ ચમચી
- જીરું ½ ચમચી
- મીઠા લીમડાના પાન 5-6
- લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
lili makai na dhokla banavani rit gujarati ma | lili makai na dhokla recipe in gujarati
લીલી મકાઈ ના ઢોકળા બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં સાફ કરી ધોઇ ને મકાઈ ના દાણા લ્યો એને પા કપ પાણી સાથે પીસી ને પેસ્ટ તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો
ત્યાર બાદ એક વાસણમાં સાફ કરેલ સોજી, ખાટું દહીં, મકાઈ ની પેસ્ટ, આદુ મરચાની પેસ્ટ, હળદર, સ્વાદ મુજબ મીઠું, ખાંડ, લીંબુનો રસ, તેલ અને હિંગ નાખી બરોબર મિક્સ કરો
હવે એમાં પા કપ પાણી નાખી મિક્સ કરી ને ઢાંકી ને પંદર થી વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને જરૂર લાગે તો પાણી નાખવું ને મિશ્રણ ને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં (અહી તમે ઢોકરિયું પણ વાપરી શકો છો) કાંઠો મૂકી બે ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકી ને પાણી ને ગરમ કરવા મૂકો હવે એક ચમચી તેલ થી એક થાળી ને ગ્રીસ કરી લ્યો અને ગ્રીસ કરેલ થાળી ને કડાઈ માં મૂકો
ત્યારબાદ મકાઈ ના મિશ્રણ માં ઇનો નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને કડાઈમાં મુકેલ થાળી માં નાખી દયો ને ઉપર એક બે ચપટી લાલ મરચા નો પાઉડર અને મરી પાઉડર છાંટી દયો અને ઢાંકી ને દસ થી પંદર મિનિટ ચડવા દયો પંદર મિનિટ માં ઢોકળા ચડી જસે
ઢોકળા પંદર મિનિટ ચડી જય એટલે થાળી ને બહાર કાઢી લ્યો અને ત્યાર બાદ થોડા ઠંડા થવા દયો ત્યાર બાદ એના ચાકુ થી કટકા કરી લ્યો અને થાળી એક બાજુ મૂકો
હવે એક વઘારિયા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન નાખી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને ઢોકળા પર નાખો અને ઉપર લીલા ધાણા છાંટો તો તૈયાર છે લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો લીલી મકાઈ ના ઢોકળા.
લીલી મકાઈ ના ઢોકળા બનાવવાની રીત | લીલી મકાઈ ના ઢોકળા ની રેસીપી
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Magic of Indian Rasoi ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
બટાકાની સ્માઇલ બનાવવાની રીત | bataka ni smiley banavani rit | bataka ni smiley recipe in gujarati
ચીઝ બોલ્સ બનાવવાની રીત | cheese balls banavani rit | cheese balls recipe in gujarati
મસાલા બ્રેડ બનાવવાની રીત | Masala bread banavni rit | Masala bread recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે