પાલક પૌવા ની કટલેસ બનાવવાની રીત | palak pauva ni cutle banavani rit

પાલક પૌવા ની કટલેસ બનાવવાની રીત - palak pauva ni cutle banavani rit - palak poha ni cutlet recipe in gujarati
Image credit – Youtube/Poonam's Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે પાલક પૌવા ની કટલેસ બનાવવાની રીત – palak pauva ni cutle banavani rit શીખીશું. do subscribe Poonam’s Kitchen YouTube channel on YouTube  If you like the recipe રોજ રોજ પૌવા બનાવી ને કંટાળી ગયા હો તો આજ આ રીતે પૌવા ને અલગ રીતે અને પોષ્ટીક બનાવી મજા લ્યો તો ચાલો જાણીએ પાલક પૌવા કટલેસ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

પાલક પૌવા ની કટલેસ બનાવવા જરૂરી સામગ્રી | palak pauva ni cutle ingredients

  • પૌવા 1 ½ કપ
  • ઝીણી સુધારેલ પાલક 1 ½ કપ
  • શેકેલ સીંગદાણા 3-4 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • લસણ ની કણી 5-6 (ઓપ્શનલ છે)
  • આદુ નો 1 ઇંચ નો ટુકડો
  • જીરું ½ ચમચી
  • બેસન ¼ કપ
  • સફેદ તલ 1-2 ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ચીલી ફ્લેક્સ / લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • લીંબુનો રસ 1
  • સ્વાદ મુજબ મીઠું

પાલક પૌવા ની કટલેસ બનાવવાની રીત | palak poha ni cutlet recipe in gujarati

પાલક પૌવા કટલેસ બનાવવા માટે પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ ને નિતારી લ્યો ત્યાર બાદ ઝીણી સુધારી લ્યો અને પૌવા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઈ લ્યો ને પાણી નિતારી લ્યો

હવે મિક્સર જારમાં શેકેલ સીંગદાણા , લીલા મરચા, લસણ ની કણીઓ, જીરું નાખી ને પીસી લ્યો અને મોટા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ થોડા થોડા કરી ને  પૌવા ને પણ પીસી લ્યો ને પીસેલા મસાલા સાથે નાખો

Advertisement

હવે એમાં ઝીણી સુધારેલી પાલક, બેસન, હળદર, લાલ મરચાનો પાઉડર / ચીલી ફ્લેક્સ, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, સફેદ તલ, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો

ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી (જો શેકી ને બનાવી હોય તો તેલ ની માત્રા ઓછી નાખવી અને જો તરી ને તૈયાર કરવી હોય તો વધુ માત્રામાં તેલ નાખી ગરમ કરવું) તૈયાર મિશ્રણ ની હાથ પર તેલ લગાવી  નાની નાની કટલેસ અથવા મનગમતા આકાર ની કટલેસ બનાવી લ્યો

તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપ કરી તૈયાર કરેલ કટલેસ ને નાખી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો ( અહી તમે મિશ્રણ માંથી ગોલા બનાવી અપ્પમ પાત્ર માં ઓછા તેલ માં શેકી ને તૈયાર કરી શકો છો) આમ બધી કટલેસ ને શેકી કે તરી ને તૈયાર કરી લ્યો ને ચટણી કે સોસ સાથે સર્વ કરો પાલક પૌવા કટલેસ

palak pauva ni cutle banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam’s Kitchens ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

મીની ડ્રાય સમોસા બનાવવાની રીત | mini dry samosa banavani rit | mini dry samosa recipe in gujarati

લસણ બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત | lasan bataka na gathiya recipe in gujarati | lasan bataka na gathiya banavani rit

મિક્સ વેજ પરોઠા બનાવવાની રીત | mix veg paratha banavani rit | mix veg paratha recipe in gujarati

ખીચું સ્ટફિંગ બોલ બનાવવાની રીત | Khichu staffing ball banavani rit

આંબલીની કેન્ડી બનાવવાની રીત | aambli ni kendi banavani rit | aambli kendi recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement