ઘઉં સોજી નો નાસ્તો બનાવવાની રીત | ghau soji no nasto banavani rit

ઘઉં સોજી નો નાસ્તો બનાવવાની રીત - ghau soji no nasto banavani rit
Youtube/Suvidha Net Rasoi
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે ઘઉં સોજી નો નાસ્તો બનાવવાની રીત શીખીશું. do subscribe Suvidha Net Rasoi  YouTube channel on YouTube  If you like the recipe  આ નાસ્તો ઘઉં ને સોજી માંથી બને છે એટલે હેલ્થી તો છે જ ને સાથે તમે તમારી પસંદ ના શાકભાજી નાખી ને તૈયાર કરી શકો છો એથી વધારે હેલ્થી થઈ જાય છે તો ચાલો જાણીએ ghau soji no nasto banavani rit માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ઘઉં સોજી નો નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉં નો લોટ 1 કપ
  • સોજી ¼ કપ
  • ઝીણી સુધારેલ ડુંગળી 1
  • બીજ કાઢી ઝીણા સમારેલા ટામેટા 1
  •  કેપ્સીકમ  ½ ઝીણું સુધારેલ
  • આદુ છીણેલું 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લાલ મરચા નો પાઉડર / ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • બેકિંગ સોડા 1 ચપટી (ઓપ્શનલ છે)
  • ખાટું દહીં 2-3 ચમચી
  • ઝીણા સમારેલા લીલાં ધાણા 4-5 ચમચી
  • જરૂર મુજબ પાણી
  • તરવા / શેકવા માટે તેલ

ઘઉં સોજી નો નાસ્તો બનાવવાની રીત

ઘઉં સોજી નો નાસ્તો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સાફ કરેલ સોજી નાખો સાથે ઝીણા સમારેલા ટામેટા, ડુંગળી, કેપ્સીકમ, લીલા મરચા, આદુ પેસ્ટ, ચીલી ફ્લેક્સ, લીલા ધાણા સુધારેલા, હળદર, દહી, બેકિંગ સોડા ચપટી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો  ( બેકિંગ સોડા ચપટી એક નાખવાથી નાસ્તામાં અંદર સારી એવી જારી પડશે)

ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી ભજીયા ના મિશ્રણ જેવું ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો તૈયાર મિશ્રણ દસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો દસ મિનિટ પછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો

Advertisement

હવે ગેસ પર એક કડાઈમાં નાસ્તા ને શેકવા થોડું તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ કરી એમાં તૈયાર કરેલ મિશ્રણ ને કડછી થી જે પ્રમાણે સમાય એ પ્રમાણે નાખો ને બીજા ચમચા થી ઉપર તેલ નાખતા જાઓ

હવે એક બાજુ થોડા ગોલ્ડન શેકાઈ જય એટલે ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ બધા નાસ્તા ને શેકી લ્યો અથવા તમે ઈચ્છો તો તેલ માં તરી શકો છો અથવા તો અપ્પમ પાત્ર માં મિશ્રણ નાખી શેકી ને પણ તૈયાર કરી શકાય છે અને સોસ કે ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે ઘઉં સોજી નો નાસ્તો.

ghau soji no nasto banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સોજી મેંદા ની બરફી બનાવવાની રીત | soji menda ni barfi banavani rit | suji manda ni barfi recipe in gujarati

પારસી માવા કેક બનાવવાની રીત | parsi mawa cake banavani rit | parsi mawa cake recipe gujarati

કોથમીર વડી બનાવવાની રીત | kothimbir vadi recipe in Gujarati | kothmir vadi banavani rit

મોતીચુર લાડુ બનાવવાની રીત | motichur na ladu banavani rit | motichur ladoo recipe in gujarati

માવા ના ગુજીયા બનાવવાની રીત | મીઠા ઘૂઘરા બનાવવાની રીત | mitha ghughra banavani rit | gujiya banavani rit

મોહનથાળ બનાવવાની રીત | Mohanthal banavani rit | mohanthal recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement