નમસ્તે મિત્રો આજે આપણે મિલ્ક પાવડર થી કાળા જાંબુ બનાવવાની રીત – milk powder thi kala jamun banavani rit gujarati ma શીખીશું. do subscribe Cook With Masters Recipes YouTube channel on YouTube If you like the recipe આ જાંબુ તમે ખૂબ ઓછી મહેનતે તૈયાર કરી શકો છો તો ચાલો મિલ્ક પાઉડર થી કાળા જાબું બનાવવાની રીત શીખીએ.
કાળા જાબું બનાવવા માટેની સામગ્રી
- ફૂલ ફેટ મિલ્ક પાઉડર 1 કપ
- બેકિંગ પાઉડર ½ ચમચી
- ઘી 1 ચમચી
- મેંદા નો લોટ 3-4 ચમચી
- સોજી 2 ચમચી
- મીઠું 1 ચપટી
- દૂધ ¼ કપ માંથી એક થી બે ચમચી ઓછું
- એલચી દાણા 5-6 દાણા / ડ્રાય ફ્રુટ 1-2 ચમચી
- ફૂડ કલર 1 ચપટી
- તરવા માટે તેલ
કાળા જાબું ની ચાસણી માટેની સામગ્રી
- ખાંડ 1 ½ કપ
- પાણી 1 ½ કપ
- લીંબુ નો રસ ½ ચમચી
- એલચી પાઉડર ½ ચમચી
- રોજ એસેનસ ½ ચમચી
મિલ્ક પાવડર થી કાળા જાંબુ બનાવવાની રીત
સૌ પ્રથમ આપણે કાલા જાંબુ ની ચાસણી બનાવવાની રીત જાણીશું ત્યારબાદ કાલા જાંબુ બનાવવાની રીત શીખીશું
કાળા જાબું ની ચાસણી બનાવવાની રીત
ગેસ પર એક વાસણમાં ખાંડ અને પાણી નાખી ગરમ કરવા મૂકો ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહો અને પાણી ઊકળવા લાગે એટલે એમાં એક બે ચમચી દૂધ નાખી ખાંડ માં રહેલ કચરો કાઢી લ્યો અને ફરી પાંચ સાત મિનિટ ચડાવો
અથવા ચાસણીમાં થોડી ચિકાસ આવે ત્યાં સુધી ચડાવી લ્યો એને એમાં રોઝ એસેન્સ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં અડધી ચમચી લીંબુનો રસ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો
મિલ્ક પાવડર થી કાળા જાંબુ બનાવવાની રીત – milk powder thi kala jamun banavani rit
મિલ્ક પાઉડર થી કાળા જાબું બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં ફૂલ ફેટ મિલ્ક પાઉડર લ્યો એમાં બેકિંગ પાઉડર, મેંદા નો લોટ, સોજી અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ દૂધ / પાણી નાખી હલકા હાથે મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યો
બાંધેલા લોટ ને દસ પંદર મિનિટ ઢાંકી એક બાજુ મૂકો પંદર મિનિટ પછી મિશ્રણ ને ફરી હલકા હાથે ફરી મિક્સ કરી લ્યો ને બે ત્રણ ચમચી મિશ્રણ અલગ કરી લ્યો અલગ કરેલ મિશ્રણ માં ફૂડ કલર અને ડ્રાય ફ્રુટ ના કટકા અથવા એલચી દાણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો
હવે જાંબુ ના મિશ્રણ માંથી જે સાઇઝ ના જાંબુ બનાવવા હોય એ સાઇઝ નું મિશ્રણ લ્યો એને હલકા હાથે ગોળ કરી હથેળી વચ્ચે થોડા દબાવી ચપટું કરો ને વચ્ચે કલર વાળુ થોડું મિશ્રણ નાખી ફરી એનો ગોળ સ્મુથ ગોલી બનાવી લ્યો આમ બધી જ ગોલી બનાવી ને તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક નાની કડાઈ માં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી / તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ જાંબુ ની ગોલી નાખો અને એક મિનિટ પછી ચમચી થી ગોલી ને થોડી થોડી હલાવી નાખો ને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ને વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહો જેથી બધી બાજુથી બરોબર ચડી જાય
જાંબુ ગોલ્ડન થાય એટલે ગેસ ને મિડીયમ ફૂલ કરી કાળા થાય ત્યાં સુધી તરી લ્યો અને તેલ / ઘી માંથી કાઢી ને નવશેકી ગરમ ચાસણી માં નાખી દયો આમ બધા જાંબુ ને પહેલા સાવ ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ ગેસ થોડો ફૂલ કરી કાળા થાય ત્યાં સુધી તરી લ્યો ને તરી લીધા બાદ ચાસણી માં નાખી આખી રાત અથવા પાંચ છ કલાક ઢાંકી ને મૂકી દયો
જાંબુ ને રાત આખી ચાસણી માં બરોબર રાખ્યા પછી ચાસણી માંથી કાઢી ને સૂકા નારિયળ ના છીણમાં નાખી ને નારિયળ ના છીણ નું કોટિંગ કરી લ્યો તો તૈયાર છે મિલ્ક પાઉડર થી કાળા જાબું
milk powder thi kala jamun banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook With Masters Recipes ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
રીંગણ ના ભજીયા બનાવવાની રીત | ringan na bhajiya banavani rit | ringan na bhajiya recipe in gujarati
સુરતી લોચો બનાવવાની રીત | surti locho banavani rit | surti locho recipe in gujarati
વેજ કટલેસ બનાવવાની રીત | veg cutlet recipe in gujarati | veg cutlet banavani rit
મગદાળ નમકીન બનાવવાની રીત | moong dal namkeen banavani rit | moong dal namkeen recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે