નમસ્તે મિત્રો આજે આપણે હોટ એન્ડ સોર સૂપ બનાવવાની રીત – hot and sour soup banavani rit શીખીશું. do subscribe chefharpalsingh YouTube channel on YouTube If you like the recipe આ સૂપ આપણા માંથી બધા એ એક વખત તો હોટલ કે રેસ્ટોરાં માં જઈ ને મંગાવ્યો જ હસે પણ આજ આપણે ઘરે બનાવવાની રીત શીખીશું તો ચાલો જાણીએ hot and sour soup recipe in gujarati language બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
હોટ એન્ડ સોર સૂપ બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 1 ચમચી
- ઝીણું સમારેલું લસણ 1 ચમચી
- ઝીણું સમારેલું આદુ 1 ચમચી
- ગાજર ઝીણું સમારેલું 2-3 ચમચી
- ઝીણા સમારેલા લીલાં મરચાં 2-3 ચમચી
- ફણસી ઝીણી સુધારેલી 2-3 ચમચી
- ઝીણી સુધારેલ પાનકોબી 3-4 ચમચી
- સોયા સોસ 3 ચમચી
- રેડ ચીલી સોસ 2 ચમચી
- વિનેગર 2 ચમચી
- મરી પાઉડર ¼ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- કોર્ન ફ્લોર 3 ચમચી
- પાણી 4 કપ
- ચીલી ઓઇલ ⅛ ચમચી
- લીલી ડુંગળી ના પાન જરૂર મુજબ
હોટ એન્ડ સોર સૂપ બનાવવાની રીત | hot and sour soup recipe in gujarati language
હોટ એન્ડ સોર સૂપ બનાવવા સૌપ્રથમ બધી જ સામગ્રી ને સાફ કરી ધોઈ ને કોરા કરી ગાજર, ફણસી, પાનકોબી, આદુ, લસણ વગેરે ને સાવ ઝીણા સમારી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં લસણ અને આદુ નાખી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં મરચાં, ગાજર, પાનકોબી, ફણસી નાખી બે મિનિટ શેકી લ્યો બધી સામગ્રી બરોબર શેકાઈ જવા દયો
હવે શેકેલ શાકમાં પાણી નાખી દયો અને સાથે સોયા સોસ, રેડ ચીલી સોસ, વિનેગર અને મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઉકળવા દયો
એક વાટકા માં કોર્ન ફ્લોર લઈ એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો સૂપ ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ કોર્ન ફ્લોર નું પાણી ચમચી થી હલાવી ને સૂપ માં નાખો ને ફરી સૂપ ને હલાવતા રહી ઉકાળી લ્યો
સૂપ બરોબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી સર્વીંગ બાઉલ માં કાઢી ગરમ ગરમ ચીલી ઓઇલ અને લીલી ડુંગળી ના પાન થી ગાર્નિશ કરી તરેલ નુડલ્સ સાથે સર્વ કરો હોટ એન્ડ સોર સૂપ.
hot and sour soup banavani rit | hot and sour soup recipe
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર chefharpalsingh ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ગાજર મૂળા અને મરચા નું અથાણું બનાવવાની રીત | gajar mula marcha nu athanu banavani rit
ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત | dry fruit laddu banavani rit | dry fruit laddu recipe in gujarati
બટાકા નો હલવો બનાવવાની રીત | bataka no halvo banavani rit | bataka no halvo recipe in gujarati
મોનેકો બિસ્કીટ ચાર્ટ બનાવવાની રીત | monaco biscuit chaat banavani rit
ફુલાવર બટાકા નું સુકુ શાક બનાવવાની રીત | fulavar bataka nu shaak banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે