લીલી ચટણી વાળા બટાકા નું શાક બનાવવાની રીત | Lili chutney vara bataka nu shaak banavani rit

લીલી ચટણી વાળા બટાકા નું શાક બનાવવાની રીત - Lili chutney vara bataka nu shaak banavani rit
Image credit – Youtube/Chef Ranveer Brar
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે લીલી ચટણી વાળા બટાકા નું શાક બનાવવાની રીત – Lili chutney vara bataka nu shaak banavani rit શીખીશું. do subscribe Chef Ranveer Brar YouTube channel on YouTube  If you like the recipe આ શાકમાં આપણે ડુંગળી કે લસણ વાપર્યા વગર તૈયાર કરીશું તો પણ ખૂબ ટેસ્ટી લાગશે તો ચાલો જાણીએ લીલી ચટણી વાળા બટાકા નું શાક બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

લીલી ચટણી વાળા બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • ઘી 1 +1 ચમચી
  • તેલ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • મેથી દાણા ¼ ચમચી
  • કાચી વરિયાળી ¼ ચમચી
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • નાના કે મોટા બટાકા 500 ગ્રામ
  • દહી 1 ¼ કપ
  • ખાંડ ½ ચમચી
  • આમચૂર પાઉડર ¼ ચમચી
  • જરૂર મુજબ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

ચટણી માટેની સામગ્રી

  • લીલા મરચા સુધારેલા 5-6
  • ફુદીના ના પાન ⅓ કપ
  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • આદુ ½ ઇંચનો ટુકડો
  • કાજુ 10-12
  • તેલ 1 ચમચી

શાક નો મસાલો બનાવવા માટેની સામગ્રી

  • મરી 1 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • અડસી ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠુ

શાક નો મસાલો બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં મરી, સફેદ તલ અને અડસી નાખી ધીમા તાપે શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે એને ઠંડા કરવા મૂકો ને ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી સ્વાદ મુજબ મીઠું નાખી પીસી ને મસાલો તૈયાર કરી એક બાજુ મૂકો.

ચટણી બનાવવાની રીત

સૌ પ્રથમ લીલા દાણા ને ફુદીનો ધોઇ સાફ કરી કાપી મિક્સર જારમાં નાખો સાથે લીલા મરચા આદુ નો ટુકડો સુધારી, કાજુ અને તેલ નાખી ને પીસી લ્યો અને જરૂર જેટલું પાણી નાખી પીસી ને સ્મુથ ચટણી તૈયાર કરી એક બાજુ મૂકો.

Advertisement

લીલી ચટણી વાળા બટાકા નું શાક બનાવવાની રીત

સૌ પ્રથમ બટાકા ને છોલી લ્યો જો નાના નાના લીધા હોય તો આખા રહેવા દયો ને જો મોટા હોય તો ચાર છ ભાગ માં કાપી લ્યો ને પાણી મા નાખી દયો

 હવે ગેસ પર એક કડાઈમાં ઘી અને તેલ ને ગરમ કરો ઘી તેલ ગરમ થાય એટલે એમાં જીરું, મેથી દાણા, કાચી વરિયાળી નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લો

હવે એમાં બટાકા નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને મિડીયમ તાપે હલાવી મિક્સ કરી ઢાંકી ને ચાર પાંચ મિનિટ ચડવા દયો વચ્ચે વચ્ચે થોડા હલાવી નાખવા પાંચ મિનિટ પછી એમાં દહી નાખી મિક્સ કરો ને ફૂલ તાપે  હલાવતા રહો

જ્યાં સુંધી દહી બટાકા પર કોટીગ થાય ત્યાં સુધી ચડાવો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાખી બીજા પાંચ મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો

હવે બટાકા ચડી ગયા છે કે નહિ તે ચેક કરો ને બટાકા ચડી જાય એટલે એમાં તૈયાર કરેલ લીલી ચટણી, ખાંડ અને જરૂર લાગે એટલું મીઠુ નાખી બીજી ત્રણ ચાર મિનિટ ચડાવી લ્યો ને ઘટ્ટ થવા દયો ત્યાર બાદ આમચૂર પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો ને તૈયાર કરેલ મસાલો એકાદ ચમચી છાંટી ને ગરમ ગરમ સર્વ કરો લીલી ચટણી વાળા બટાકા નું શાક.

Lili chutney vara bataka nu shaak banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chef Ranveer Brar ને Subscribe કરજો.

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત | Chokha na vegitable chila banavani rit

સામા ની ખીચડી બનાવવાની રીત | sama ni khichdi banavani rit | sama ni khichdi in gujarati

તંદુરી ફુલાવર બનાવવાની રીત | tandoori fulavar banavani rit | tandoori fulavar recipe in gujarati

ફણગાવેલ મઠની ચાર્ટ બનાવવાની રીત | fangavel math no chart banavani rit | fangavel math no chart recipe in gujarati

ફુદીના ના પરોઠા બનાવવાની રીત | pudina paratha banavani rit | pudina paratha recipe in gujarati

મેથીના ચીઝ સ્ટફડ પકોડા બનાવવાની રીત | methi na cheese stuffed pakoda banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement