નમસ્તે મિત્રો આજે આપણે મૂળા નું શાક બનાવવાની રીત – mula nu shaak banavani rit gujarati ma શીખીશું. do subscribe Cook With Nisha YouTube channel on YouTube If you like the recipe હા તમે બરોબર વાંચ્યું મૂળા નું શાક આજ આપણે બનાવશું આપણે મૂળા ને કાચા સલાડ માં ખુબ ખાતા હોઈએ છીએ પણ એના પાન ફેંકી દેતા હોઈએ પણ આજ આપણે મૂળા નું શાક બનાવશું જેમાં એના પાન નો પણ ઉપયોગ કરીશું એને તે ખાવા માં ટેસ્ટી અને સારી માત્રા માં આયર્ન, વિટામિન સી, કેલ્સિયમ થી ભરપુર હોવાથી આ શાક હેલ્થી પણ છે તો ચાલો જાણીએ mula nu shaak recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
મૂળા નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- લસણ ની પેસ્ટ / કટકા 1 ચમચી
- મૂળા પાન સાથે 500 ગ્રામ
- આદુ પેસ્ટ 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 1-2
- સ્વાદ મુજબ મીઠું
- હળદર ¼ ચમચી
- તેલ 3-4 ચમચી
mula nu shaak recipe in gujarati | mula nu shaak banavani rit gujarati ma
મૂળા નું શાક બનાવવા સૌપ્રથમ મૂળા ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો અને પાન અને મૂળા ને અલગ કરી નાખો ને મૂળા ને છોલી ગોળ કે નાના નાના કટકા કરી લ્યો અને પાન ને કોરા કરી ઝીણા ઝીણા સુધારી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં મરચા, લસણ અને આદુ ને શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ મૂળા ને પાન નાખી બરોબર મિક્સ કરી લ્યો
ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી ને અડધું ઢાંકી ને ચડાવી લ્યો મૂળા બરોબર ચડી જાય એટલે બરોબર મિક્સ કરી લ્યો અને શાક માંથી તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ( જો તમે ચાહો તો અત્યારે એમાં શેકેલ બેસન કે પછી ખારી બુંદી ને પીસી ને પણ નાખી શકો છો એનાથી સ્વાદ ખૂબ સારો આવે છે) તો તૈયાર છે મૂળા નું શાક
મૂળા નું શાક બનાવવાની રીત
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook With Nisha ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
લીલી ચટણી વાળા બટાકા નું શાક બનાવવાની રીત | Lili chutney vara bataka nu shaak banavani rit
ગાજર મૂળા અને મરચા નું અથાણું બનાવવાની રીત | gajar mula marcha nu athanu banavani rit
કેપ્સીકમ બેસન નું શાક બનાવવાની રીત | capsicum besan nu shaak banavani rit
સોજી બાટી બનાવવાની રીત | soji ni bati banavani rit | Soji bati recipe in gujarati
મસાલા પુરી બનાવવાની રીત | masala puri banavani rit | masala puri recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે