નમસ્તે મિત્રો આજે આપણે ગોળ ની રોટલી બનાવવાની રીત – Gol ni rotli banavani rit શીખીશું. do subscribe Homemade Goodness YouTube channel on YouTube If you like the recipe આપણા માંથી ઘણા ને સાંજે ચા સાથે બિસ્કીટ વગેરે ખાવા ની આદત હોય છે મોટા બિસ્કીટ ખાતા હોય તો બાળકો પણ માંગે જ પણ મેંદા વાળા બિસ્કીટ બાળકો માટે નુકસાનકારક છે તો આજ અમે એ બિસ્કીટ નો વિકલ્પ લઈ આવ્યા છીએ જે મોટા તો આનંદ થી ખાસે જ પણ બાળકો ને કોઈ ખચકાટ વગર આપી શકો અને બાળકો પણ ખુશ થઈ ખાસે તો ચાલો જાણીએ Gol ni rotili recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ગોળ ની રોટલી બનાવવા જરૂરી સામગ્રી
- ગોળ 200 ગ્રામ
- પાણી 1 કપ
- ઘઉંનો લોટ 250 ગ્રામ
- ઘી 4-5 ચમચી
Gol ni rotili recipe in gujarati | ગોળ ની રોટલી બનાવવાની રીત
ગોળ ની રોટલી બનાવવા માટે સૌ પ્રથમ ગોળ ને પાણી મા નાખી આખી રાત પલળવા મૂકો અથવા ઓછા માં ઓછું સાત આઠ કલાક પલાળી રાખવો ( મીઠાસ માટે ગોળ ની માત્રા વધુ ઓછી કરવી તમારા ઉપર રહેલ છે) અને ત્યાર બાદ ગરણી વડે ગાળી લ્યો
હવે એક મોટા વાસણમાં ઘઉં નો લોટ ચાળી ને લ્યો એમાં ઘી નાખી લોટ ને બને હાથ વડે બરોબર મસળી ને મિક્સ કરી લ્યો લોટ અને ઘી બરોબર મિક્સ થઈ ત્યાર બાદ થોડું થોડુ ગોળ વારું પાણી નાખતા જઈ મિડીયમ કઠણ લોટ બાંધવો
હવે એક સરખા ચાર છ ભાગ કરી લ્યો અને ત્યાર બાદ પાટલા પર થોડું ઘી લગાવી લ્યો ને એક લુવો લઈ પહેલા હથેળી વડે એક સરખી દબાવી લ્યો ત્યાર બાદ વેલણ વડે હલકા હાથે મિડીયમ જાડી વણી લ્યો ને કિનારી જે તિરાડ પડેલ છે એને હાથ વડે પેક કરી લ્યો અથવા થાળી કે વાટકા થી કટ કરી લ્યો અને વણેલ રોટલી ને ચાકુ થી પટલાથી અલગ કરી લ્યો
ત્યારબાદ ગેસ પર એક તવી માં થોડું ઘી લગાવી નવશેકી ગરમ કરી એમાં તૈયાર રોટલી નાખી ને ગેસ સાવ ધીમો કરી એક બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો એક બાજુ ગોલ્ડન થાય એટલે તવિથા થી હળવેક થી ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ એને ઉતારી બીજી રોટલી શેકવા મૂકો
આમ બધી રોટલી વણી ને સાવ ધીમા તાપે શેઇ લ્યો રોટલી ને તમે નાની નાની સાઇઝ માં કે કુકી કટર થી આકાર આપી ને પણ તૈયાર કરી શકો છો અને શેકેલ રોટલી સાવ ઠંડી થાય પછી એર ટાઈટ ડબ્બામાં ભરી ને પંદર વીસ દિવસ સુંધી ખાઈ શકો છો તો તૈયાર છે ગોળ ની રોટલી.
Gol ni rotli banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Homemade Goodness ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ઘઉં ના લોટ ની તંદુરી રોટલી બનાવવાની રીત | ghau na lot ni tandoori rotli banavani rit
મિક્સ વેજ ફરસાણ રાયતું બનાવવાની રીત | mix farsan raitu banavani rit
ભટુરે બનાવવાની રીત | bhature banavvani rit | Bhature recipe in gujarati
મગદાળ નો હલવો બનાવવાની રીત | magdal no halvo banavani rit | magdal no halvo recipe in gujarati
દાળિયા ની ચીકી બનાવવાની રીત | dariya ni chikki recipe in gujarati
ક્રિસ્પી મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે