મકાઈ ના લોટ ની બાફલા બાટી બનાવવાની રીત | makai na lot ni bafla bati banavani rit recipe in gujarati

makai na lot ni bafla bati banavani rit - મકાઈ ના લોટ ની બાફલા બાટી બનાવવાની રીત - Makai bafla bati recipe in gujarati
Image credit – Youtube/Super Rasoi
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે મકાઈ ના લોટ ની બાફલા બાટી બનાવવાની રીત – makai na lot ni bafla bati banavani rit શીખીશું. do subscribe Super Rasoi YouTube channel on YouTube  If you like the recipe  રાજસ્થાની ટ્રેડિશનલ દાળ બાટી તો બધા ને ભાવતી જ હોય છે પણ આજ આપણે થોડી અલગ રીતે અને અલગ લોટ માંથી બાટી બનાવવાની રીત શીખીએ જે એમજ કે પછી દાળ કે કઢી સાથે સર્વ કરી શકો છો તો ચાલો જાણીએ મકાઈના લોટ માંથી બફલા બાટી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મકાઈ ના લોટ ની બાફલા બાટી બનાવવા જરૂરી સામગ્રી

  • મકાઈ નો લોટ 1 ½ કપ
  • ઘઉં નો લોટ ½ કપ
  • અજમો ½  ચમચી
  • હળદર ½ ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ઘી 1-2 +4 ચમચી
  • ગરમ પાણી જરૂર મુજબ

મકાઈ ના લોટ ની બાફલા બાટી બનાવવાની રીત | Makai bafla bati recipe in gujarati

મકાઈના લોટ માંથી બફલા બાટી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં મકાઈ નો લોટ અને ઘઉં નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, હાથ થી મસળી અજમો નાખો સાથે ઘી નાંખી બરોબર મિક્સ કરી લ્યો

 ( અહી જો તમે મસાલા બાટી બનાવવા માંગતા હો તો એમાં તમારી પસંદ ના મસાલા લીલી મેથી, લાલ મરચાનો પાઉડર કે પછી તમને જે સ્વાદ ની બનાવી હોય એ મસાલા નાખી શકો છો)

Advertisement

હવે એમાં થોડુ થોડુ કરી ગરમ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને દસ પંદર મિનિટ ઢાંકી ને મૂકો પંદર મિનિટ પછી ફ્રીનલોટ ને મસળી લ્યો ને એમાંથી નાની નાની ગોળ ગોળ બાટી બનાવી લ્યો

ત્યારબાદ ગેસ પર કડાઈ કે ઢોકરીયા માં એક બે ગ્લાસ પાણી મૂકો વચ્ચે કાંઠો મૂકી એના ઘી લગાવેલ ચારણી મૂકી તૈયાર કરેલ બાટી ને થોડી થોડી દૂર દૂર મૂકી દયો ને બે ત્રણ મિનિટ એમજ ખુલી મૂકી ચડાવો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડાવી લ્યો

પંદર મિનિટ પછી ચાકુ કે ટૂથ પિક થી ચેક કરો જો કોરા આવે તો બાટી બરોબર ચડી ગઈ હોય તો એને બહાર કાઢી લ્યો

હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં અથવા તો કુકર ને ઢાંકી ને ગરમ કરવા મૂકો થોડો ગરમ થાય એટલે એમાં બાફી રાખેલ બાટી મૂકો ને ગેસ ધીમો કરી ને ઢાંકી પાંચ સાત મિનિટ ચડાવો થોડી બ્રાઉન થાય એટલે ઉથલાવી નાખો અને બીજી બાજુ પણ પાંચ સાત મિનિટ ચડાવી લ્યો

હવે એમાં બે ત્રણ ચમચી અથવા જરૂર મુજબ ઘી નાંખી ને બાટી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફેરવી ફેરવી ને બધી બાજુ શેકી લ્યો અને બાટી બરોબર શેકાઈ જાય એટલે ગરમ ગરમ ઘી સાથે સર્વ કરો મકાઈના લોટ માંથી બફલા બાટી.

makai na lot ni bafla bati banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Super Rasoi ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement