વાલોર નુ શાક બનાવવાની રીત | valor nu shaak banavani rit | valor nu shaak recipe in gujarati

વાલોર નુ શાક - વાલોર નુ શાક બનાવવાની રીત - valor nu shaak - valor nu shaak banavani rit - valor nu shaak recipe - valor nu shaak recipe in gujarati
Image credit – Youtube/Swad Ke Sath
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે વાલોર નુ શાક બનાવવાની રીત – valor nu shaak banavani rit શીખીશું. do subscribe Swad Ke Sath YouTube channel on YouTube  If you like the recipe  શિયાળા માં વાલોર ખૂબ સારી આવે છે ને તમે વાલોર ને  ગાજર, બટાકા કે ઊંધિયા જેવા અલગ અલગ શાક સાથે તો બનાવતા જ હો છો પણ અમુક ઘર ના મસાલા નાખી ખાલી વાલોર ની શાક પણ ખૂબ ટેસ્ટી લાગતું હોય છે તો ચાલો જાણીએ  valor nu shaak recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

વાલોર નુ શાક બનાવવા જરૂરી સામગ્રી | valor nu shaak ingredients

  • વાલોર 250 ગ્રામ
  • તેલ 3-4 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સીંગદાણા પાઉડર 5-7 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

valor nu shaak recipe in gujarati | વાલોર નુ શાક બનાવવાની રીત |

valor nu shaak વાલોર નું શાક બનાવવા સૌપ્રથમ વાલોર ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ હાથ થી જ એના બે ભાગ કરી ચેક કરો કે અંદર થી બરોબર છે ને ત્યાર બાદ જો વાલોર કાચી હોય તો કટકા કરી ને સાઈડ માંથી રેસા અલગ કરો ને જો વાલોર પાકી હોય ને બીજ હોય તો બીજ કાઢી લ્યો અને પાણી નાખી ગરી સાફ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં લસણ પેસ્ટ નાખી શેકી લ્યો હવે પાણી નિતારી વાલોર નાખી મિક્સ કરી શેકો વાલોર ને ત્રણ ચાર મિનિટ સુધી શેકી લીધા બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર , લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો અને મીઠું નાખી મિક્સ કરી લ્યો

Advertisement

શાક ને મસાલા બરોબર મિક્સ કરી લ્યો એટલે શાક ને ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો ને જરૂર લાગે તો પા કપ પાણી નાખો ને ફરી મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો હવે એમાં શેકેલ સીંગદાણા નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને શાક ને ઢાંકી ને ચડાવો

શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ને ગરમ ગરમ રોટલી પરોઠા સાથે સર્વ કરો વાલોર નું શાક

valor nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Swad Ke Sath ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement