પાણી ના પકોડા બનાવવાની રીત | pani na pakoda banavani rit

પાણી ના પકોડા બનાવવાની રીત - pani na pakoda banavani rit - pani na pakoda banavani rit gujarati ma - pani na pakoda recipe in gujarati
Image credit – Youtube/MasterChef Pankaj Bhadouria
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે પાણી ના પકોડા બનાવવાની રીત – pani na pakoda banavani rit gujarati ma શીખીશું. do subscribe MasterChef Pankaj Bhadouria YouTube channel on YouTube  If you like the recipe પાણી પૂરી તો બધા ને પસંદ જ છે પણ આજ પાણી પૂરી જેવી જ ખાટી મીઠી ને ચટપટી વાનગી લઈ આવ્યા છીએ જે એક વખત બનાવ્યા પછી અવાર નવાર બનાવવા નું કહેશે તો ચાલો જાણીએ  pani na pakoda recipe in gujarati – પાણી ના પકોડા બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

પકોડા બનાવવા માટેની સામગ્રી

  • બેસન 1 કપ
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • હિંગ ¼ ચમચી
  • બેકિંગ પાઉડર 1-2 ચપટી
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

 પાણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા મરચા 3-4
  • આદુ નો ટુકડો 1 ઇંચ
  • ફુદીના ના પાન ¼ કપ
  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • લીંબુનો રસ 2 ચમચી
  • આંબલી નો પલ્પ 1-2 ચમચી
  • જાયફળ નો જ્યુસ 200 એમ. એલ. / ખાંડ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • સંચળ ½ ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • પાણી જરૂર મુજબ

પાણી ના પકોડા બનાવવાની રીત | pani na pakoda recipe in gujarati

સૌ પ્રથમ આપણે પાણી ના પકોડા ના પકોડા બનાવતા શીખીશું ત્યારબાદ પાણી ના પકોડા નું પાણી બનાવવાની રીત.

પાણી ના પકોડા ના પકોડા બનાવવાની રીત

પકોડા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં બેસન ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી ને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો (મેથી ના પકોડા જેવું મિશ્રણ તૈયાર કરવુ) ત્યાર બાદ પાંચ થી સાત મિનિટ મિશ્રણ ને મિક્સ કરવું અને ત્યાર બાદ પાંચ મિનિટ એક બાજુ મૂકો

Advertisement

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય ત્યાં સુધી ગરમ કરો હવે બેસન ના મિશ્રણ માં બેકિંગ પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે હાથ વડે કે નાની ચમચી વડે એક વખત માં કડાઈ માં સમાય એટલા પકોડા નાખી દયો ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો

પકોડા ગોલ્ડન થાય એટલે એને પાણી ભરેલ તપેલી માં નાખી દયો ને ફરી બેસન ના મિશ્રણ ને મિક્સ કરી લ્યો બે બીજા પકોડા તરવા નાખો એને પણ ગોલ્ડન તરી લ્યો ને ગોલ્ડન થાય એટલે પાણી માં નાખી દયો આમ બધા પકોડા ગોલ્ડન તરી પાણી ભરેલ વાસણમાં નાખી દેવા.

પાણી ના પકોડા નું પાણી બનાવવાની રીત

સૌ પ્રથમ લીલા ધાણા અને ફુદીના ના પાણી ને સાફ કરી ધોઈ લ્યો ને સુધારી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં ફુદીના ના પાન, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા અને આદુ નો ટુકડો નાખી પીસી લ્યો ને જરૂર પડે તો પાણી નાખી પીસી લ્યો

હવે પીસેલી ચટણી ને ગરણી થી ગાળી લ્યો ને વધારા માં એક કપ પાણી નાંખી બરોબર ગાળી લ્યો હવે ગાળેલ ચટણી માં લીંબુનો રસ , આંબલી નો પલ્પ, જાયફળ નો જ્યુસ/ ખાંડ, મીઠું સ્વાદ મુજબ, સંચળ, ચાર્ટ મસાલો,શેકેલ જીરું પાઉડર,ચીલી ફ્લેક્સ, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો

જો તમે જાયફળ જ્યુસ નાખો તો પાણી ની માત્રા જરૂર મુજબ કરવી ને જો જ્યુસ નથી તો એ મુજબ પાણી નાખી મિક્સ કરી લ્યો અને ફુદીના ના પાન અને ખારી બુંદી વગેરે નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે પાણી

પાણી ના પકોડા બનાવવાની રીત

તૈયાર પાણી ને ઠંડુ કરી લ્યો અને ને પકોડા ને હાથ વડે દબાવી ને પાણી નિતારી ને નીતારેલ પકોડા ને તૈયાર કરેલ પાણી માં નાખી ને મિક્સ કરી લ્યો ને ઠંડા ઠંડા મજા લ્યો પાણી ના પકોડા.

pani na pakoda banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MasterChef Pankaj Bhadouria ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

દલીયા ખીચડી બનાવવાની રીત | daliya khichdi banavani rit | daliya khichdi recipe in gujarati

ગાજર મૂળા અને મરચા નું અથાણું બનાવવાની રીત | gajar mula marcha nu athanu banavani rit

ઓટ્સ વેજીટેબલ ટીક્કી બનાવવાની રીત | oats vegetable tikki banavani rit

જુવાર ની નુડલ્સ બનાવવાની રીત | juvar ni noodles banavani rit | jowar noodles recipe in gujarati

મગદાળ પાપડી પુરી બનાવવાની રીત | magdal ni papdi puri banavani rit | magdal ni papdi puri recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement