તલ માવા રોલ બનાવવાની રીત | Tal mava roll banavani rit

તલ માવા રોલ બનાવવાની રીત - Tal mava roll banavani rit
Image credit – Youtube/Madhuris kitchen recipes
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે તલ માવા રોલ બનાવવાની રીત – Tal mava roll banavani rit શીખીશું. do subscribe Madhuris kitchen recipes YouTube channel on YouTube  If you like the recipe  શિયાળા માં તલ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે ને તમે તલ ની અલગ અલગ ઘણી મીઠાઈ કે વઘાર માં નાખી ને ખાધા હસે પણ આજ આપણે એક નવી જ મીઠાઈ બનાવવાની સરળ રીત શીખીશું તો ચાલો જાણીએ તલ માવા રોલ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

તલ માવા રોલ બનાવવા જરૂરી સામગ્રી

  • સફેદ તલ 1 કપ
  • કાજુ ની કતરણ 4-5 ચમચી
  • પિસ્તા ની કતરણ 3-4 ચમચી
  • મોરો 150 ગ્રામ
  • ખાંડ 100 ગ્રામ
  • ઘી 2-3 ચમચી
  • દૂધ 2 ચમચી

તલ માવા રોલ બનાવવાની રીત

તલ માવા રોલ બનાવવા સૌપ્રથમ તલ ને સાફ કરી બે ચાર મિનિટ ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં નાખી ઠંડા કરી લ્યો ને બે ત્રણ ચમચી તલ અલગ વાટકામાં કાઢી બાકી ના તલ ને મિક્સર જારમાં નાખી અધ કચરા પીસી ને એક બાજુ મૂકો

હવે એજ કડાઈ માં મોરો માવો છીણી ને અને ખાંડ નાખી ધીમા તાપે હલાવી ને બરોબર મિક્સ કરી લ્યો ને મિશ્રણ ઘટ્ટ થવા લાગે તો એમાં દૂધ નાખી મિક્સ કરી લ્યો ને એમાં અધ કચરા પીસી રાખેલ તલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને જ્યાં સુંધી મિશ્રણ બરોબર ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો

Advertisement

મિશ્રણ ઘટ્ટ થાય ને કડાઈ મુકવા લાગે અથવા મિશ્રણ હાથ પર ચીપકી નહિ ત્યાં સુધી ચડાવો ત્યાર બાદ એમાં ઘી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી ને મિશ્રણ ને હલાવી ને ઠંડુ કરી લ્યો ને મિશ્રણ ને અડી સકાય એટલું ઠંડુ કરી લ્યો અને એના એક બે ભાગ કરી લ્યો

ત્યાર બાદ પાટલા વેલણ પર ઘી લગાવી લ્યો ને ત્યાર બાદ એક ભાગ નો લુવો બનાવી એને હલકા હાથે વણી લ્યો ત્યાર બાદ પ્લાસ્ટિક કે સિલ્વર ફોઇલ પર શેકી રાખેલ તલ છાંટી એના પર રોલ મૂકી ઉપર શેકી રાખેલ કાજુ ને પિસ્તા ની કતરણ છાંટી દયો

હવે એક બાજુ થી હલકા હાથે દબાવી ને બરોબર ગોળ વારતા જાઓ ને રોલ બનાવી લ્યો તૈયાર રોલ ને પ્લાસ્ટિક માં કે સિલ્વર ફૉઇલ માં પેક કરી એક થી બે કલાક ફ્રીઝ માં મૂકો ત્યાર બાદ એના ચાકુથી ગોળ ગોળ કટકા કરી લ્યો તો તૈયાર છે તલ માવા રોલ

Tal mava roll banavani rit | Tal mava roll recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Madhuris kitchen recipes ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પરફેક્ટ ચાસણી વડે અડદિયા બનાવવાની રીત| Chasni vade aadiya banavani rit

લીલા ચણા ની ચાટ બનાવવાની રીત | Lila chana ni chat banavani rit

કાજુ કરી બનાવવાની રીત | કાજુ કરી રેસીપી | kaju kari banavani rit | kaju kari recipe in gujarati

ગોળ ની ચીકી બનાવવાની રીત | ગુબીત – ગુડ ગટ્ટા બનાવવાની રીત | gubit banavani rit

ગાર્લિક બટર નાન બનાવવાની રીત | Garlic Butter Naan banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement