નમસ્તે મિત્રો આજે આપણે શેકેલ રીંગણા ના સ્લાઈસ બનાવવાની રીત – Shekel singan na slice banavani rit શીખીશું. do subscribe Ricette Perfette YouTube channel on YouTube If you like the recipe રીંગણા તો તમે અલગ અલગ રીતે શાક ભજીયા વગેરે માં ખાધા જ હસે પણ આજ એક અલગ રીત થી રીંગણા ને શેકી ને ખીચડી, રોટલી, બ્રેડ સાથે ખાઈ શકો એવી રીત લઈ આવ્યા છીએ તો ચાલો જાણીએ શેકેલ રીંગણા બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
શેકેલ રીંગણા ના સ્લાઈસ બનાવવા જરૂરી સામગ્રી
- રીંગણા 1-2 મિડીયમ સાઇઝ ના
- લસણ ની કણી 2-3 ની પેસ્ટ ( ઓપ્શનલ છે ના ખાતા હો તો ના નાખવી)
- લીલા ધાણા સુધારેલા / બ્રેજીલ સુધારેલ 2-3 ચમચી
- ઓલિવ ઓઈલ / તેલ જરૂર મુજબ 4-5 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- મરી પાઉડર ⅛ ચમચી
- મિક્સ હર્બસ ½ ચમચી
શેકેલ રીંગણા ના સ્લાઈસ બનાવવાની રીત
શેકેલ રીંગણા બનાવવા સૌપ્રથમ રીંગણા ને ધોઇ સાફ કરો ને કપડા થી કોરા કરી લ્યો ત્યાર બાદ રીંગણા ની ચાકુથી મિડીયમ જાડી ગોળ ગોળ રીંગ કાપી લ્યો ને એના પર સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી એક બાજુ પંદર વીસ મિનિટ મૂકો
હવે એક વાટકા માં તેલ / ઓલિવ ઓઈલ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું ( રીંગણાં પર પહેલા નાખેલ છે તો એ મુજબ લેવું) ત્યાર બાદ એમાં લસણ ની પેસ્ટ, મરી પાઉડર, મિક્સ હર્બસ નાખી મિક્સ કરી ઢાંકી એક બાજુ મૂકો
ત્યારબાદ રીંગણા ને કપડા થી કે પેપર નેપકીન થી દબાવી ને કોરા કરી લ્યો ત્યાર બાદ કડાઈ માં કે તવી પર અલગ અલગ રીંગણા ને મૂકી બને બાજુ ઉથલાવી ઉથલાવી ને ગોલ્ડન શેકી લ્યો બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ પ્લેટ માં કાઢી લ્યો ને બીજા રીંગણા ને પણ ગોલ્ડન શેકી લ્યો
હવે શેકેલ રીંગણા પર તૈયાર કરેલ મસાલા તેલ લાગવો અથવા એમાં બોળી. લ્યો અથવા તમે આ મસાલા તેલ માં રીંગણા ને શેકી પણ શકો છો ને તૈયાર શેકેલ રીંગણા ને બ્રેડ, રોટલી કે ખીચડી સાથે સર્વ કરો શેકેલ રીંગણા
Shekel singan na slice banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ricette Perfette ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
લીલા વટાણા ના પરોઠા બનાવવાની રીત | lila valadan na paratha banavani rit
બીટ નો જ્યુસ બનાવવાની રીત | bit no juice banavani rit | beet juice recipe in gujarati
પાન કોબી ની પેટીસ બનાવવાની રીત | pan kobi ni petis banavani rit
ઘઉંના લોટની બ્રેડ બનાવવાની રીત | ghau na lot ni bread recipe | ghau na lot ni bread banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે