નમસ્તે મિત્રો આજે આપણે સોજી દૂધી ની ઈડલી બનાવવાની રીત – dudhi ni idli banavani rit રેસીપી શીખીશું. do subscribe Bhusanur.cooking YouTube channel on YouTube If you like the recipe તમે ઈડલી તો અલગ અલગ પ્રકારની અલગ અલગ સ્વાદ ને અલગ અલગ રીત ની બનાવી હસે પણ આજ એકદમ સોફ્ટ ને ટેસ્ટી ઈડલી બનાવી ને હેલ્થી દૂધી સોજી ની ઈડલી બનાવવાની રીત – dudhi ni idli recipe in gujarati શીખીએ.
દુધીની ઈડલી બનાવવા જરૂરી સામગ્રી
- સોજી 1 કપ
- છીણેલી દૂધી 1 કપ
- દહી ½ કપ
- તેલ 2-3 ચમચી
- રાઈ 1 ચમચી
- અડદ દાળ 1 ચમચી
- સૂકા લાલ મરચા 1-2
- મીઠા લીમડાના પાન 8-10
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
- ઇનો 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી ½ કપ
દુધી ની ઈડલી બનાવવાની રીત | dudhi ni idli recipe in gujarati
દૂધી સોજી ની ઈડલી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, અડદ દાળ, સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન નાખી સેકી લ્યો.
ત્યાર બાદ એમાં સોજી નાખી પાંચ છ મિનિટ ધીમા તાપે શેકી લ્યો અને સોજી બરોબર શેકી લીધા બાદ બીજા વાસણમાં કાઢી લ્યો ને ઠંડી થવા દયો
હવે દૂધી ને છોલી ને અથવા એમજ ધોઇ ને સાફ કરી છીણી વડે છીણી લ્યો ( જો દૂધી બીજ વાળી હોય તો બીજ કાઢી ને છીણવી) હવે દૂધી ને શેકી રાખેલ સોજી માં નાખો ને સાથે દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ એમાં પાણી નાખી મિશ્રણ તૈયાર કરી લ્યો ને મિશ્રણ મિક્સ થઈ જાય એટલે ઢાંકી ને વીસ થી ત્રીસ મિનિટ એક બાજુ મૂકો
સોજી રેસ્ટ થાય ત્યાં સુધી જેમાં ઈડલી બનાવી એને તેલ થી ગ્રીસ કરી લ્યો અને ગેસ પર કડાઈ કે ઢોકરીયા માં બે ત્રણ ગ્લાસ પાણી નાખો ને વચ્ચે કાંઠો મૂકી પાણી ગરમ કરવા મૂકો અને ત્રીસ મિનિટ પછી મિશ્રણ ને ગરી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો
હવે મિશ્રણ માં ઇનો નાખી મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ ગ્રીસ કરેલ ઈડલી સ્ટેન્ડ કે થાળી માં નાખી ને ઢાંકી ને પંદર મિનિટ ચડાવી લ્યો.
ત્યાર બાદ તૈયાર ઈડલી ને બહાર કાઢી થોડી ઠંડી થવા દયો ને ત્યાર બાદ ડી મોલ્ડ કરી ચટણીઓ સાથે સર્વ કરો દૂધી સોજી ની ઈડલી.
dudhi ni idli banavani rit | દુધી ની ઈડલી બનાવવાની રેસીપી
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhusanur.cooking ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
શેકેલ રીંગણા ના સ્લાઈસ બનાવવાની રીત | Shekel singan na slice banavani rit
બાજરી ના લોટ ના ઢોસા બનાવવાની રીત | Bajri na lot na dhosa banavani rit
ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo banavani rit | farali chevdo recipe in gujarati
આમળા નો રસ બનાવવાની રીત | આમળા નો જ્યુસ | amla no juice banavani rit
સીતાફળ રબડી બનાવવાની રીત | sitafal rabdi banavani rit | sitafal rabdi recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે