નમસ્તે મિત્રો આજે આપણે ઘઉંનાં લોટની બ્રાઉની બનાવવાની રીત – Ghau na lot ni brownie banavani rit શીખીશું. do subscribe The Terrace Kitchen YouTube channel on YouTube If you like the recipe આપના માંથી ઘણા એવા હસે જેને કેક કે બ્રાઉની ખાવી પસંદ હોય પણ એ મેંદા માંથી બનતી હોય ને મેંદો ખાવો પસંદ ન હોય એટલે ખાવા ની ટાળે છે તો એ બધા માટે આજ આપણે ઘઉં ના લોટ માંથી બ્રાઉની બનાવવાની રીત શીખીશું તો ચાલો જાણીએ ઘઉં ના લોટ ની બ્રાઉની બનાવવાની રીત – Ghau na lot ni brownie recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
Ghau na lot ni brownie ingredients
- પિગડેલું માખણ ½ કપ
- ઘઉંનો લોટ 1 કપ
- કોકો પાઉડર 1-2 ચમચી
- બેકિંગ પાઉડર ½ ચમચી
- બેકિંગ સોડા ¼ ચમચી
- પીસેલી ખાંડ ¾ કપ
- ડાર્ક ચોકલેટ ½ કપ
- બદામ ¼ કપ
- મીઠું સ્વાદ મુજબ
- દૂધ ½ કપ
ઘઉંનાં લોટની બ્રાઉની બનાવવાની રીત | Ghau na lot ni brownie recipe in gujarati
ઘઉં ના લોટની બ્રાઉની બનાવવા સૌપ્રથમ બદામ માં અડધી ચમચી મીઠી ને બે ત્રણ ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો ત્યાર બાદ ધીમા તાપે બદામ ને શેકી લ્યો બદામ શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ને ઠંડી થવા દયો અને અધ કચરી પીસી લ્યો ને એક બાજુ મૂકો
હવે ગેસ એક તપેલી માં પાણી ગરમ મૂકો ને બીજી તપેલી માં ડાર્ક ચોકલેટ નાખી ચોકલેટ ને ઓગળી લ્યો ચોકલેટ બરોબર ઓગળી જાય એટલે એક બાજુ મૂકો અને એક વાસણમાં માખણ ને ઓગળી લ્યો અને માખણ ઓગળે ત્યાં સુંધી માં મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી લોટ થી દસ્ટ કરી લ્યો અને કડાઈ માં મીઠું કે રેતી નાખી કાંઠો મૂકી ઢાંકી ગરમ કરવા મૂકો
માખણ ઓગળી જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો એમાં પીગડાવેલી ચોકલેટ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો અને ચારણી માં ઘઉનો લોટ, કોકો પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને પીસેલી ખાંડ નાખી ચાળી ને ચમચા થી બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં દૂધ નાખી મિક્સ કરી લ્યો
હવે એમાં બદામ ના થોડા ટુકડા એક બાજુ મૂકી બાકી ની બદામ મિશ્રણ માં નાખી મિક્સ કરી લ્યો ને મિશ્રણ ને ગ્રીસ કરેલ મોલ્ડ માં નાખી ઉપર બદામ ના કટકા છાંટી મોલ્ડ કડાઈ માં મૂકો ને ઢાંકી ને દસ મિનિટ મિડીયમ તાપે ચડાવો
ત્યાર પછી ગેસ ધીમો કરી પંદર વીસ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને મોલ્ડ ને બહાર કાઢી થોડો ઠંડો થવા દેવો ને ત્યાર બાદ બ્રાઉની ડી મોલ્ડ કરી પીસ કરી લ્યો ને ગરમ ગરમ આઈસક્રીમ સાથે કે ગરમ પીગડેલી ચોકલેટ સાથે સર્વ કરો ઘઉંના લોટની બ્રાઉની.
Ghau na lot ni brownie banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ખાંડ ના પરોઠા બનાવવાની રીત | Khand na paratha banavani rit | Khand na paratha recipe in gujarati
જામફળ ની ચટણી બનાવવાની રીત | jamfal ni chutney banavani rit
ઘઉં ના લોટ ની તંદુરી રોટલી બનાવવાની રીત | ghau na lot ni tandoori rotli banavani rit
મિક્સ વેજ ફરસાણ રાયતું બનાવવાની રીત | mix farsan raitu banavani rit
મિક્સ ફ્રુટ જામ બનાવવાની રીત | mix fruit jam banavani rit | mix fruit jam recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે