આદુપાક બનાવવાની રીત | Aadupak banavani rit | Aadupak recipe in gujarati

આદુપાક બનાવવાની રીત - Aadupak banavani rit - Aadupak recipe in gujarati
Image credit – Youtube/Cooking with Aju
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે આદુપાક બનાવવાની રીત – Aadupak banavani rit શીખીશું. આદુ પાક સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે do subscribe Cooking with Aju YouTube channel on YouTube  If you like the recipe  આજ આપણે ખૂબ ઓછી સામગ્રી થી ખૂબ ટેસ્ટી અને હેલધી આદુ પાક બનાવવાની રીત શીખીશું તો ચાલો જાણીએ Aadupak recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

આદુપાક બનાવવા જરૂરી સામગ્રી

  • આદુ 200 ગ્રામ
  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
  • ખાંડ 350 ગ્રામ
  • ઘી 4-5 ચમચી
  • સૂકા નારિયળ નું છીણ
  • પાણી 2-3 ચમચી

આદુપાક બનાવવાની રીત | Aadupak recipe in gujarati

આદુ પાક બનાવવા સૌપ્રથમ રેસા વગર નો આદુ લ્યો એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ ચાકુ કે ચમચી થી છોલી લ્યો ને ફરી એક વખત પાણીથી ધોઈ લો અને નાના નાના કટકા કરી લ્યો.

ત્યાર બાદ મિક્સર જારમાં નાખી પીસો અને જરૂર પડે તો બે ત્રણ ચમચી પાણી નાખી ને પીસી લ્યો

Advertisement

હવે ગેસ પર એક વાસણમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો અને બીજી કડાઈ માં બે ત્રણ ચમચી ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં આદુ ની પેસ્ટ નાખી હળવતા રહી આદુ નું પાણી બરી જાય ત્યાં સુધી શેકો આદુ નું પાણી બરી જાય એટલે એમાં ગરમ દૂધ નાખી મિક્સ કરતા જાઓ

દૂધ ઘટ્ટ થાય. ત્યાં સુંધી મિડીયમ તાપે હલાવતા રહો ને ઘટ્ટ કરો મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ નાખો ખાંડ નાખવાથી મિશ્રણ થોડું નરમ થશે એટલે ફરી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો .

મિશ્રણ ઘટી થવા લાગે એટલે એમાં બે ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સૂકા નારિયળ નું છીણ નાંખી મિક્સ કરી બીજી ને ચાર મિનિટ ચડાવી લ્યો

મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલ થાળી માં નાખી એકસરખું ફેલાવી દયો ને થોડું ઠંડું થવા દયો.

જયારે મિશ્રણ ઠંડુ થાય એટલે ચાકુ થી કાપા પડી એક બાજુ બે ત્રણ કલાક ઠંડુ થવા દેવું ને સાફ ઠંડુ થાય એટલે ચાકુથી કટકા કરી લ્યો તો તૈયાર છે આદુ પાક.

Aadupak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking with Aju ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ચીલ ની ભાજી ના પરોઠા બનાવવાની રીત | chil ni bhaji na paratha banavani rit

સીતાફળ રબડી બનાવવાની રીત | sitafal rabdi banavani rit | sitafal rabdi recipe in gujarati

બદામ કુકી ચોકલેટ બનાવવાની રીત | Badam cookie chocolate banavani rit

તલ માવા રોલ બનાવવાની રીત | Tal mava roll banavani rit

મેથી દાળ બનાવવાની રીત | methi dal banavani rit | methi dal recipe in gujarati

મેથી મકાઈ ના લોટ ના પરોઠા | Methi makai na lot na parotha banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement