નમસ્તે મિત્રો આજે આપણે પાણીપુરી ના પાણી નું પ્રિમિક્ષ બનાવવાની રીત – pani puri na pani nu premix banavani rit શીખીશું, do subscribe Crave Kitchen YouTube channel on YouTube If you like the recipe , આ પ્રિ મિક્સ તમે એક વખત તૈયાર કરી ફ્રીઝ માં મૂકી દયો ને જ્યારે પણ પાણીપુરી નું પાણી બનવું હોય ત્યારે ઠંડા પાણી સાથે મિક્સ કરી ને વાપરી શકો છો તો ચાલો જાણીએ પાણીપુરી પ્રિ મિક્સ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
પાણીપુરી ના પાણી નું પ્રિમિક્ષ બનાવવા જરૂરી સામગ્રી
- સૂકાવેલા ફુદીના ના પાંદ 1 કપ
- સૂકવેલા લીલા ધાણા 1 કપ
- છીણેલો ગોળ 4 ચમચી
- સૂકવેલા લીલા મરચા સુધારેલા 7-8
- લીંબુના ફૂલ 1 ચમચી ( ઓપ્શન લ છે જો ના વાપરતા હો તો ના નાખવા જ્યારે પાણી બનાવો ત્યારે લીંબુ નીચોવી લેવું)
- શેકેલ જીરું પાઉડર 2 ચમચી
- હિંગ ¼ ચમચી
- સૂંઠ પાઉડર ½ ચમચી
- આમચૂર પાઉડર 2 ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- સંચળ 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
પાણીપુરી ના પાણી નું પ્રિમિક્ષ બનાવવાની રીત
પાણીપુરી પ્રિ મિક્સ બનાવવા સૌપ્રથમ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ પાણી નિતારી કોટન ના કપડા પર કે પેપર પર ફેલાવી ઘર માં સુકાવા મૂકો સાથે ફુદીના ના પાંદડા અલગ કરી એને પણ ધોઇ સાફ કરી કપડા કે પેપર પ્ર સૂકવી લ્યો અને સાથે લીલા મરચા ઝીણા ઝીણા સુધારી એને પણ સૂકવી લ્યો
બધી સામગ્રી ને બરોબર સૂકવી ને ક્રિસ્પી કરી લ્યો ધ્યાન રહે કે સાવ સુકાઈ જાય ( ધાણા ફુદીના ને લીલા મરચા ને ઘર માં સુકાવા જેથી એની લિલાસ બરોબર રહેશે અને પીસતી વખતે અડધો કલાક તડકા માં મૂકી શકો અથવા ગરમ કડાઈ માં એક મિનિટ શેકી શકો છો )
ત્યાર મિક્સર જારમાં સૂકવેલા લીલા ધાણા, ફુદીના ના પાંદડા, સૂકવેલા લીલા મરચા નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં લીંબુના ફૂલ, સંચળ, હિંગ, સૂંઠ પાઉડર, શેકેલ જીરું પાઉડર, આમચૂર પાઉડર, ચાર્ટ મસાલો અને ગોળ અને સ્વાદ મુજબ મીઠું નાખી ને પીસી લ્યો ને એર ટાઈટ બરણીમાં ભરી લ્યો તૈયાર છે પાણીપુરી પ્રિ મિક્સ
પાણીપુરી નું પાણી બનાવવાની રીત
એક વાસણમાં પાંચસો એમ. એલ. ઠંડુ પાણી લ્યો એમાં તૈયાર કરેલ પાણીપુરી પ્રિ મિક્સ ના ચાર થી પાંચ ચમચી નાખી ને મિક્સ કરી લ્યો સાથે સર્વ કરવા ખારી બુંધી નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે પાણીપુરી નું પાણી
pani puri na pani nu premix banavani rit | Recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Crave Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
બાજરાની ખીચડી બનાવવાની રીત | bajra ni khichdi banavani rit | bajra ni khichdi recipe in gujarati
મોઝરેલા ચીઝ બનાવવાની રીત | mozzarella cheese banavani rit
ગ્રીન ચીલી સોસ બનાવવાની રીત | green chilli sauce banavani rit | green chilli sauce recipe gujarati
ભાત ની કટલેસ બનાવવાની રીત | bhat ni cutlet banavani rit | bhat ni cutlet recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે