લસૂની બાજરા કઢી બનાવવાની રીત | Lasuni bajra kadhi banavani rit | Lasuni bajra kadhi recipe in gujarati

લસૂની બાજરા કઢી બનાવવાની રીત - Lasuni bajra kadhi banavani rit - Lasuni bajra kadhi recipe in gujarati
Image credit – Youtube/Sanjeev Kapoor Khazana
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે લસૂની બાજરા કઢી બનાવવાની રીત – Lasuni bajra kadhi banavani rit શીખીશું, do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube If you like the recipe ,શિયાળા માં બાજરો ખાવો ખૂબ ફાયદા કારક હોય છે અને શરીર માં ગરમાટો આપે છે અને બાજરા સાથે જો શિયાળા ના બીજા સ્વાસ્થ્ય માટે લાભકારી શાકભાજી મળી જાય તો ખૂબ જ ટેસ્ટી ને હેલ્થી વાનગી બની જાય તો ચાલો જાણીએ Lasuni bajra kadhi recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

લસૂની બાજરા કઢી બનાવવા જરૂરી સામગ્રી

  • બાજરા નો લોટ 2-3 ચમચી
  • દહી 4-5 ચમચી
  • આદુ, લસણ અને મરચા ની પેસ્ટ 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • ઘી 2 ચમચી
  • તેલ 2 ચમચી
  • ઝીણું સમારેલું લસણ ½ કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

બાજરી ની કઢી બીજા વઘાર માટેની સામગ્રી

  • ઘી 2 ચમચી
  • લીલુ લસણ ઝીણું સમારેલું 2 ચમચી
  • મેથી દાણા 4-5 દાણા
  • સૂકા લાલ મરચા 1-2

લસૂની બાજરા કઢી બનાવવાની રીત | Lasuni bajra kadhi recipe in gujarati

લસૂની બાજરા કઢી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં બાજરા નો લોટ ચાળી ને લ્યો એમાં આદુ , લસણ અને લીલા મરચા ની પેસ્ટ, દહી, હળદર, સ્વાદ મુજબ મીઠુ અને બે થી  અઢી કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ગાંઠા ના રહે એમ મિક્સ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ અને ઘી ગરમ કરવા મૂકી ત્યાર બાદ એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન અને લીલું લસણ સુધારેલ નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ ડુંગળી ને શેકી લ્યો

Advertisement

લસણ ડુંગળી શેકાઈ જાય એટલે એમાં બાજરા દહી વાળુ મિશ્રણ નાખી ને ઉભરો આવે ત્યાર સુંધી મિક્સ કરી ચડાવો અને હલાવતા રહો  ઉભરો આવે એટલે ગેસ ને ધીમા તાપે કરી કઢી ને દસ મિનિટ ચડવા દયો દસ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો

હવે વઘરીયા માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લીલું લસણ, મેથી દાણા અને સૂકા લાલ મરચાના નાખી મિક્સ ને ગેસ બંધ કરી તૈયાર વઘાર ને કઢીમાં નાખો ને મજા લ્યો ગરમ ગરમ લસૂની બાજરા કઢી

Lasuni bajra kadhi banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

કાકડી નું સલાડ બનાવવાની રીત | kakdi nu salad banavani rit

પાણીપુરી ના પાણી નું પ્રિમિક્ષ | pani puri na pani nu premix banavani rit

ગટ્ટા ગોબી નું શાક બનાવવાની રીત | gatta gobi nu shaak banavani rit | gatta gobi nu shaak recipe in gujarati

બાજરાની રાબડી બનાવવાની રીત | Bajra ni rabdi banavani rit

કટોરી ચાટ બનાવવાની રીત | katori chaat banavani rit | katori chaat recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement