નારિયળ ના દૂધ માંથી પુડિંગ બનાવવાની રીત | Nariyal na dudh mathi pudding banavani rit

નારિયળ ના દૂધ માંથી પુડિંગ બનાવવાની રીત - Nariyal na dudh mathi pudding banavani rit
Image credit – Youtube/Ray Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે નારિયળ ના દૂધ માંથી પુડિંગ બનાવવાની રીત – Nariyal na dudh mathi pudding banavani rit શીખીશું, do subscribe Ray Kitchen YouTube channel on YouTube If you like the recipe , પુડિંગ તો આપને અલગ અલગ પ્રકારની ખાધી હસે પણ આજ આપણે એક અલગ પ્રકારની પુડિંગ બનાવવાની રીત શીખીશું જે એકદમ જ ટેસ્ટી ને સોફ્ટ બનશે તો ચાલો જાણીએ નારિયળ ના દૂધ માંથી પુડિંગ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

નારિયળ ના દૂધ માંથી પુડિંગ બનાવવા જરૂરી સામગ્રી

  • લીલુ નારિયળ ના કટકા 2 કપ
  • કોર્ન ફ્લોર ¼ કપ
  • ખાંડ ¼ કપ
  • પાણી 1 કપ

નારિયળ ના દૂધ માંથી પુડિંગ બનાવવાની રીત

નારિયળ ના દૂધ માંથી પુડિંગ બનાવવા સૌપ્રથમ લીલા નારિયળ ને ચાકુથી છોલી ને એનો બ્રાઉન ભાગ અલગ કરી નાખો અને બે કપ થાય એટલા નારિયળ ના નાના નાના કટકા કરી લ્યો અને કટકા કરી લીધા બાદ મિક્સર જારમાં નાખી પીસી લ્યો હવે એમાં એક કપ પાણી નાખી ફરીથી પીસી લ્યો

હવે ઝીણી ગરણી કે ઝીણા કપડામાં નાખી ને નીચોવી લ્યો ને નારિયળ નું દૂધ અલગ કરી લ્યો હવે એક વાટકા માં પા કપ કોર્ન ફ્લોર માં પા કપ નારિયળ નું દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો 

Advertisement

હવે બાકી રહેલા નારિયળ ના દૂધ માં ખાંડ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી ને ગેસ ચાલુ કરી નારિયળ ના દૂધ માં ખાંડ ઓગળી ને દૂધ ને ઉકળી લ્યો દૂધ ઊકળવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી નાખો ને એમાં દૂધ માં મિક્સ કરેલ કોર્ન ફ્લોર વાળુ મિશ્રણ હળવી ને દૂધ માં નાખતા જઈ ને હલાવતા રહી બરોબર મિક્સ કરી  બે ચાર મિનિટ હલાવતા રહો

મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો ને ગાંઠા ન થઈ જાય એમ હલાવતા રહો મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઘી થી ગ્રીસ કરેલ વાસણમાં તૈયાર કરેલ મિશ્રણ એમાં નાખી ને થપ થપાવી લ્યો અને ઠંડુ થવા દયો પુડિંગ સાવ ઠંડી થાય ત્યાર બાદ ફ્રીઝ માં બે થી ત્રણ કલાક મૂકો

ત્રણ કલાક બાદ ફ્રીઝ માંથી કાઢી લ્યો ને પ્લેટ માં વાસણ ને ઉથલાવી ને ટપ ટપાવી ને ડી મોલ્ડ કરી લ્યો ને ઉપરથી પિસ્તાની કતરણ અને ગુલાબ ની પાંદડી થી ગાર્નિશ કરી મજા લ્યો નારિયળ ના દૂધ માંથી પુડિંગ

Nariyal na dudh mathi pudding banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ray Kitchen ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

કિચન કિંગ મસાલો બનાવવાની રીત | kitchen king masalo banavani rit

કાકડી નું સલાડ બનાવવાની રીત | kakdi nu salad banavani rit

સેવૈયા પાયસમ બનાવવાની રીત | Sevaiya payasam banavani rit

મૂળા ડુંગળી નું કચુંબર બનાવવાની રીત | Mula dungri nu kachumber banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement