નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી કેક બનાવવાની રીત – Farali cake banavani rit શીખીશું, do subscribe Chef Aanal Kotak YouTube channel on YouTube If you like the recipe , બર્થડે કે એનીવર્શરી હોય ને તે દિવસે જ વ્રત ઉપવાસ હોય એટલે મૂડ બગડી જાય પણ જો વ્રત ઉપવાસ માં પણ ખાઈ શકાય તો ખૂબ સારું લાગે તો આજ આપણે ઘરે Farali cake recipe in gujarati શીખીએ.
ફરાળી કેક બનાવવા જરૂરી સામગ્રી
- માખણ 100 ગ્રામ
- કન્ડેસ મિલ્ક 100 ગ્રામ
- પીસેલી ખાંડ 50 ગ્રામ
- રાજગરા નો લોટ 200 ગ્રામ
- દૂધ 100 એમ. એલ.
- બેકિંગ સોડા ½ ચમચી
- કાજુ ના કટકા 2-3 ચમચી
- બદામ ના કટકા 2-3 ચમચી
- કીસમીસ 1-2 ચમચી
- ટુટી ફૂટી 1 ચમચી
- કાળી કીસમીસ 1-2 ચમચી
- મધ 1 ચમચી
ફરાળી કેક બનાવવાની રીત | Farali cake recipe in gujarati
ફરાળી કેક બનાવવા સૌપ્રથમ એક વાસણમાં માખણ અને કન્ડેસ મિલ્ક નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો ખાંડ ઓગળી જાય ત્યાં સુંધી હલાવી ને મિક્સ કરતા રહો ખાંડ ઓગળી જાય એટલે એમાં રાજગરા નો લોટ ચાળી ને નાખો ને બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં દૂધ નાખતા જઈ બરોબર મિક્સ કરી લ્યો લોટ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી કાજુના કટકા, એક ચમચી બદામ ના કટકા, એક ચમચી કીસમીસ, એક ચમચી કાળી કીસમીસ, એક ચમચી ટુટી ફૂટી નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈ કે કુકર માં કાંઠો કે મીઠું નાખી ગરમ કરવા મૂકો ત્યાર બાદ ગ્રીસ કરેલ મોલ્ડ માં તૈયાર મિશ્રણ નાખી દયો ને એક બે વખત થપ થાપાવી લ્યો ત્યાર બાદ કેક વાળો મોલ્ડ મૂકી દસ મિનિટ ફૂલ તાપે ત્યાર બાદ ધીમા તાપે વીસ થી પચીસ મિનિટ ચડાવી લ્યો
અહી તમે કેક ને ઓવેન માં 180 ડિગ્રી પર વીસ થી ત્રીસ મિનિટ ચડાવી નેપં કેક તૈયાર કરી શકો છો
કેક ને ચાકુથી ચેક કરી લ્યો જો ચાકુ ક્લીન આવે તો કેક તૈયાર થઈ જાય એટલે બહાર કાઢી લ્યો ને ઠંડો થવા દયો કેક ઠંડો થાય એટલે ડી મોલ્ડ કરી લ્યો અને સાવ ઠંડો થાવ દયો
કેક ઠંડો થાય ત્યાં સુધી એક વાસણમાં કાજુના કટકા, બદામ ના કટકા, કીસમીસ , કાળી કીસમીસ, ટુટી ફૂટી, અને મધ નાખી મિક્સ કરી લ્યો કેક ઠંડો થાય એટલે એના પર તૈયાર કરેલ ડ્રાય ફ્રુટ મૂકો ને મજા લ્યો ફરાળી કેક
Farali cake banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chef Aanal Kotak ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
બચેલ ભાત માંથી ઢોસા બનાવવાની રીત | Bachela bhat mathi dhosa banavani rit
ડુંગળી ની ચટણી બનાવવાની રીત | dungri ni chutney banavani rit | dungri ni chutney recipe in gujarati
બચેલ ભાત સોજીનો નાસ્તો બનાવવાની રીત | Bachela bhaat ane soji no nasto banavani rit
ચુરમુર બનાવવાની રીત | churmur banavani rit | churmur recipe in gujarati
બટાકા નો હલવો બનાવવાની રીત | bataka no halvo banavani rit | bataka no halvo recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે