નમસ્તે મિત્રો આજે આપણે મેંગો ફ્રુટી બનાવવાની રીત – Mango Frooti banavani rit શીખીશું, do subscribe Food For Foodies YouTube channel on YouTube If you like the recipe , આ મેંગો ફ્રુટી ને મેંગો જ્યુસ, મેંગો ડ્રીંક અને મેંગો ડીલાઇટ પણ કહી શકો છો બાળકો ને ગરમી માં મેગો ફ્રુટી પીવી ખૂબ ગમતી હોય છે પણ એમાં રહેલ પ્રિઝરવેટિવ ના કારણે આપણે આપતા અટકતીએ છે તો આજ આપણે ઘરે મેંગો ફ્રુટી તૈયાર કરી બે ત્રણ દિવસ સાચવી ને બાળકો મજા લઇ શકે એ માટે ઘરે ખૂબ સરળ રીત શખીશું તો ચાલો જાણીએ Mango Frooti recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
મેંગો ફ્રુટી બનાવવા જરૂરી સામગ્રી
- આંબા 700-800 ગ્રામ
- કાચી કેરી 1
- ખાંડ 1 કપ
- પાણી 1 ½ લીટર
- બરફ ના ટુકડા
મેંગો ફ્રુટી બનાવવાની રીત | Mango Frooti recipe in gujarati
મેંગો ફ્રુટી બનાવવા સૌપ્રથમ આંબા ને ધોઇ ને સાફ કરી લ્યો અને આંબા ને છોલી સાફ કરી નાના નાના કટકા કરી લ્યો અને સાથે કાચી કરી ને પણ ધોઇ ને છોલી કટકા કરી લ્યો
હવે એક કુકર મા કટકા નાખો સાથે પાણી નાખી કુકર બંધ કરી ફૂલ તાપે ત્રણ ચાર સીટી વગાડી લીધા બાદ ગેસ ધીમો કરી બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
હવે બાફેલા આંબા ને ઠંડા થવા દયો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી પીસી લ્યો ત્યાર બાદ ફરી પીસેલા આંબા ને ફરીથી કુકર મા નાખી ધીમા તાપે ઉકળવા દયો આંબા ઉકળવા લાગે એટલે એમાં ખાંડ નાંખી મિક્સ કરી ધીમા તાપે દસ પંદર મિનિટ ચડવા દયો
પંદર મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ઠંડુ થવા દયો જ્યુસ ઠંડુ થાય એટલે એક વખત ગરણી થી ગાળી લ્યો હવે તૈયાર જ્યુસ ને એમજ બોટલ માં ભરી લ્યો અને જ્યારે પીવાનો હોય ત્યારે બરફ ના ટુકડા ને જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી ને મજા લ્યો મેંગો ફ્રુટી ( જો તમને મીઠાસ ઓછી લાગે તો પીસેલી ખાંડ નાખી શકો છો અથવા ગ્લુકોઝ નાખી શકો છો )
અથવા તૈયાર જ્યુસ માં ગ્લુકોઝ વાળુ પાણી નાખી મિક્સ કરી ને સર્વ કરો અથવા પાણી માં પાણી ના ભાગની ખાંડ નાખી પાણી ઉકળી લીધા બાદ ઠંડુ કરી મિક્સ કરી ને બોટલ માં ભરી લ્યો ને મજા લ્યો અથવા એમજ બરફ ના કટકા નો ભૂકો કરી એમાં તૈયાર જ્યુસ નાખી મિક્સ કરી મજા લ્યો મેંગો ફ્રુટી.
Mango Frooti banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food For Foodies ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ટમેટા રાઈસ બનાવવાની રીત | Tomato Rice banavani rit | Tomato Rice recipe in gujarati
દહીં મરચા બનાવવાની રીત | દહીં મિર્ચી બનાવવાની રીત | dahi marcha banavani rit
પાન કોબી ની પેટીસ બનાવવાની રીત | pan kobi ni petis banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે