આજે આપણે બદામ મિલ્ક શેક બનાવવાની રીત – Badam milk shake banavani rit શીખીશું, do subscribe Ambika Shetty’s Kitchen YouTube channel on YouTube If you like the recipe , મિલ્ક શેક નું નામ આવતાં જ બધાને બજાર માં મળતા મિલ્ક શેક યાદ આવી જાય કેમ કે આપણે વિચારીએ કે બહાર જેવા મિલ્ક શેક આપણે ઘરે ના બનાવી શકીએ તો આજ આપણે બહાર કરતા પણ ટેસ્ટી ને હેલ્થી Badam milk shake recipe in gujarati શીખીએ.
Badam milk shake ingredients | બદામ મિલ્ક શેક બનાવવા જરૂરી સામગ્રી
- બદામ 30 -40
- ફૂલ ક્રીમ દૂધ ¼ કપ + 750 એમ. એલ.
- કંડેશ મિલ્ક ½ કપ
- કેસરના તાંતણા 10-15
- પ્લેન વેનીલા આઈસ્ક્રીમ 2 કપ
બદામ મિલ્ક શેક બનાવવાની રીત | Badam milk shake recipe in gujarati
બદામ મિલ્ક શેક બનાવવા સૌપ્રથમ બદામ ને બે ચાર કલાક ગરમ પાણીમાં પલાડી રાખો બદામ બરોબર પલાળી લીધા બાદ એના ફોતરા અલગ કરી લ્યો ને દસ બાર બદામ ની કતરણ કરી એક બાજુ મૂકો ને બાકી ની બદામ ને મિક્સર જારમાં નાખો ને એક બે વખત પીસી લ્યો ટાયર બાદ એમાં પા કપ ફ્રુલ ક્રીમ દૂધ નાખી ને પીસી સ્મુથ પેસ્ટ બનાવી લ્યો.
હવે ગેસ પર એક મોટા વાસણમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે એમાં કન્ડેસ મિલ્ક નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે ચાર મિનિટ ઉકાળી લ્યો હવે એમાં બદામ ની પેસ્ટ અને કેસરના તાંતણા નાખી મિક્સ કરી ધીમા તાપે દસ પંદર મિનિટ ઉકાળી લ્યો.
પંદર મિનિટ પછી ગેસ બંધ કરી તૈયાર દૂધ ને રૂમ તાપમાન માં આવે ત્યાં સુંધી ઠંડુ થવા દયો દૂધ રૂમ તાપમાન માં આવે એટલે ફ્રીઝ માં મૂકી ને બે ત્રણ કલાક ઠંડુ થવા દયો દૂધ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે વેનીલા આઈસ્ક્રીમ નાખી ફરીથી બરોબર પીસી લ્યો.
મિક્સર જારમાં બરોબર પીસી લીધા બાદ ઠંડુ ઠંડુ મિલ્ક શેક ને સર્વિંગ ગ્લાસ માં સર્વ કરો ઉપર બદામ ની કતરણ જે એક બાજુ મુકેલ એ નાખો ને કેસર ના એક બે તાંતણા નાખી સર્વ કરો બદામ મિલ્ક શેક.
Badam milk shake recipe notes
બદામ ને ગરમ પાણી માં ઢાંકી ને એક બે કલાક મૂકવાથી સરળ રીતે એના ફોતરા અલગ કરી શકશો
જો કંડેશ મિલ્ક ના હોય તો મિલ્ક પાઉડર અને ખાંડ પણ નાખી શકો છો
અહી અમે વેનીલા આઈસ્ક્રીમ વાપરેલ છે તમે રોસ્ટેડ આલમોન્ડ આઈસક્રીમ પણ વાપરી શકો છો
Badam milk shake banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ambika Shetty’s Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
રશિયન સલાડ બનાવવાની રીત | Russian Salad banavani rit
મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati
કીસમીસ બનાવવાની રીત | kismis banavani rit | kismis recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે