સાત્વિક મિક્સ વેજ પુલાવ બનાવવાની રીત | Satvik mix vej pulao banavani rit | Satvik mix vej pulao recipe in gujarati

સાત્વિક મિક્સ વેજ પુલાવ બનાવવાની રીત - Satvik mix vej pulao banavani rit - Satvik mix vej pulao recipe in gujarati
Image credit – Youtube/Shruti's Cooking channel
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે સાત્વિક મિક્સ વેજ પુલાવ બનાવવાની રીત – Satvik mix vej pulao banavani rit શીખીશું, do subscribe Shruti’s Cooking channel YouTube channel on YouTube If you like the recipe , આ પુલાવ આપણે બાસમતી ચોખા અને અમુક શાકભાજી નાખો ને તૈયાર કરીશું જે ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ખાવા માં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો જાણીએ Satvik mix vej pulao recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

સાત્વિક મિક્સ વેજ પુલાવ બનાવવા જરૂરી સામગ્રી

  • બાસમતી ચોખા 1 ½ કપ
  • તેલ 2-3 ચમચી
  • કાજુ ના કટકા 10-12
  • તજ નો ટુકડો 1
  • એલચી 1-2
  • તમાલપત્ર 1
  • મરી  5-6
  • લવિંગ 2-3
  • સ્ટાર ફૂલ 1
  • જીરું 1 ચમચી
  • આદુની પેસ્ટ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • કેપ્સીકમ સુધારેલ ½ કપ
  • મકાઈ ના દાણા ½ કપ
  • ફણસી સુધારેલ ¼ કપ
  • ફુલાવર ના કટકા ¾ કપ
  • વટાણા ½ કપ
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • ખાંડ ½ ચમચી
  • કેસર ના તાંતણા 8-10
  • મીઠું સ્વાદ મુજબ
  • ગરમ પાણી 3 કપ
  • લીલા ધાણા સુધારેલા અને ફુદીના ના પાંદડા ¼ કપ
  • દાડમ દાણા

સાત્વિક મિક્સ વેજ પુલાવ બનાવવાની રીત | Satvik mix vej pulao recipe in gujarati

 સાત્વિક મિક્સ વેજ પુલાવ બનાવવા સૌપ્રથમ બાસમતી ચોખા ને બે ત્રણ પાણીથી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી પલાળી મૂકો અને ચોખા પલડે ત્યાં સુંધી બધા ખડા મસાલા તૈયાર કરી લ્યો ને બધા શાક ને એક સાઇઝ માં કાપી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં કાજુના કટકા નાખી ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ કટકા ને એક વાસણમાં કાઢી લ્યો હવે એજ ગરમ તેલ માં તજ નો ટુકડો, એલચી, તમાલપત્ર, મરી, લવિંગ, સ્ટાર ફૂલ, જીરું નાખી એક બે સેકન્ડ શેકી લ્યો ત્યાર બાદ એમાં આદુની પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી બરોબર શેકો.

Advertisement

મસાલા બધા શેકાઈ જાય એટલે એમાં કેપ્સીકમ સુધારેલ, મકાઈ ના દાણા, ફણસી સુધારેલ, ફુલાવર ના કટકા, વટાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, હળદર, ખાંડ નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ધીમા તાપે શેકી લ્યો.

શાક ને મસાલા સાથે શેકી લીધા બાદ એમાં બાસમતી ચોખા નું પાણી નિતારી ને પલાળેલા ચોખા અને કેસર ના તાંતણા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ પાણી સ્વાદ મુજબ મીઠું, લીલા ધાણા સુધારેલા અને ફુદીના ના પાંદડા નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ધીમા તાપે પંદર વીસ મિનિટ ચડાવી લ્યો.

વીસ મિનિટ પછી ઢાંકણ ખોલી પુલાવ ને બરોબર મિક્સ કરી લ્યો ને એના પર શેકી રાખેલ કાજુ ના કટકા અને દાડમ ના દાણા છાંટી ને ગરમ ગરમ સર્વ કરો સાત્વિક મિક્સ વેજ પુલાવ.

Satvik mix vej pulao banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shruti’s Cooking channel ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પાનકમ બનાવવાની રીત | Panakam banavani rit | Panakam recipe in gujarati

સોજી ના સક્કરપારા બનાવવાની રીત | soji na shakarpara banavani rit | soji na shakarpara recipe gujarati

બેસન ના પુડલા બનાવવાની રીત | besan na pudla banavani rit | besan na pudla recipe in gujarati

બટેકા ના ભજીયા બનાવવાની રીત | batata na bhajiya banavani rit | batata na bhajiya recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement