નમસ્તે મિત્રો આજે આપણે રાગી મિલ્ક બનાવવાની રીત – ragi milk banavani rit શીખીશું. રાગી મિલ્ક એ એક પ્લાન્ટ બેઝ મિલ્ક છે આજ કલ બધા ને વીગન ફૂડ ખાતા હોય છે આ લોકો ગાય ભેંસ નું કે ડેરી ના દૂધ ના ઉપયોગ ની જગ્યાએ અલગ અલગ અનાજ માંથી તૈયાર કરેલ મિલ્ક નો ઉપયોગ કરતા હોય છે, do subscribe MILLET MAGIC YouTube channel on YouTube If you like the recipe , રાગી માં સારી માત્રા માં કેલ્શિયમ રહેલ છે જેથી હાડકા ને મજબૂત બનાવવા મદદ રૂપ થાય છે તો ચાલો જાણીએ રાગી નું દૂધ બનાવવાની રીત – ragi milk recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
રાગી મિલ્ક બનાવવા જરૂરી સામગ્રી
- રાગી ½ કપ
- પાણી 1 ½ કપ
રાગી મિલ્ક બનાવવાની રીત | ragi milk recipe in gujarati
રાગી મિલ્ક બનાવવા સૌપ્રથમ રાગી ને બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે પાણીથી બરોબર ધોઈ લેવી હવે એક કપ પાણી નાખી ને સાત થી આઠ કલાક પલાળી મુકો અથવા આખી રાત પણ પલાળી શકો છો
ragi – રાગી ને પલાળી લીધા બાદ પલાળેલા પાણી સાથે રાગી ને મિક્સર જારમાં નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો હવે કોટન નું સાફ પાતળું કપડા માં પીસેલી રાગી નાખી ને બંધ કરી દબાવી ને મિલ્ક કાઢી લ્યો ત્યાર બાદ ફરી રાગી ને મિક્સર જાર માં નાખો ને અડધો કપ પાણી નાખી ફરીથી પીસી લ્યો ને ફરી કપડા માં નાખી ગાળી ને મિલ્ક કાઢી લ્યો
હવે ફરી રાગી ને મિક્સર જારમાં નાખી ને અડધો કપ પાણી નાખી પીસી ને કપડા થી નીચોવી મિલ્ક કાઢી લ્યો હવે તૈયાર મિલ્ક ને એક મોટા વાસણમાં બે ચાર ગ્લાસ પાણી ગરમ કરી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં રાગી મિલ્ક વાળુ વાસણ મૂકો ઉપર થી ઢાંકી મુકો અને ગેસ બંધ કરી રાગી મિલ્ક ને ગરમ કરી લ્યો મિલ્ક નવશેકું ગરમ થઇ જાય એટલે તૈયાર છે રાગી મિલ્ક.
( જો પાંચ સાત વર્ષ થી નાના બાળકો ને આપતા હો તો પાણી ની માત્રા થોડી વધારી ને નાખવી એટલે કે રાગી મિલ્ક ને પાતળું કરી ને નાના બાળકો ને આપવું )
જો તમે રાગી મિલ્ક માંથી શેક બનાવવા નવશેકા દૂધ ને ફ્રીઝ માં મૂકી ઠંડુ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મધ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી મજા લ્યો રાગી મિલ્ક શેક.
ragi milk banavani rit | રાગી નું દૂધ બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MILLET MAGIC ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
માવા મિશ્રી બનાવવાની રીત | Mava mishri banavani rit | Mava mishri recipe in gujarati
શિકંજી બનાવવાની રીત | shikanji banavani rit | shikanji recipe in gujarati
પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri nu pani recipe in gujarati | panipuri nu pani banavani rit
કરારી રોટી બનાવવાની રીત | karari roti banavani rit | karari roti recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે