સોલ કઢી બનાવવાની રીત | Sol kadhi banavani rit | Sol kadhi recipe in gujarati

સોલ કઢી બનાવવાની રીત - Sol kadhi banavani rit - Sol kadhi recipe in gujarati
Image credit – Youtube/chefharpalsingh
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે સોલ કઢી બનાવવાની રીત – Sol kadhi banavani rit શીખીશું. આ સોલ કઢી મહારાષ્ટ્ર બાજુ ખૂબ બનાવવામાં આવે છે, do subscribe chefharpalsingh YouTube channel on YouTube If you like the recipe ,આ સોલ કઢી પાચન માટે ખૂબ સારી હોય છે ગરમી માં ઠંડક આપતી આ સોલ કઢી બનાવવી ખૂબ જ સરળ છે અને સ્વાદ માં પણ ખૂબ સારી લાગતી હોય છે એમજ છાસ જેમ પણ પી શકો છો અને ભાત સાથે પણ ખુબજ ટેસ્ટી લાગે છે તો ચાલો જાણીએ Sol kadhi recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

સોલ કઢી બનાવવા જરૂરી સામગ્રી

  • લીલા નારિયળ ના કટકા 1 નંગ
  • પલાળેલી કોકમ ¼ કપ
  • લસણ ની કણી 1-2
  • લીલા ધાણા ની દાડી સાથે ના ધાણા ½ કપ
  • લીલા મરચાં સુધારેલ 1-2
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી 1 કપ
  • તેલ 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • રાઈ ¼ ચમચી
  • બરફ ના કટકા

સોલ કઢી બનાવવાની રીત | Sol kadhi recipe in gujarati

સોલ કઢી બનાવવા સૌપ્રથમ કોકમ ને સાફ કરી અડધા કપ પાણી માં એક બે કલાક પલાળવા મૂકો ત્યાર બાદ લીલા નારિયળ ને તોડી એના ચાકુ થી કટકા કરી લ્યો અને લીલા ધાણા ને દાડી સાથે સાફ કરી ધોઇ ને સુધારી લ્યો.

હવે મિક્સર જારમાં નારિયળ ના કટકા, પલાડી રાખેલ કોકમ, લસણ ની કણી, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, સ્વાદ મુજબ મીઠું નાખી ને મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી બરોબર પીસી લ્યો ત્યાર બાદ એમાં પહેલા અડધો કપ પાણી નાખી પીસી લ્યો.

Advertisement

 ત્યાર બાદ બીજો અડધો કપ પાણી નાખી પીસી લ્યો  (અહી તમે કઢી નો રંગ સારો લગાવવા એક બે નાના કટકા બીટ ના પીસવા સમયે નાખી શકો છો )હવે તપેલી પર એક ગરણી માં પાતળું કપડું મૂકી એમાં પીસેલા મિશ્રણ ને નાખો ને ગાળી લ્યો કપડા ને બરોબર દબાવી દબાવી ને ગાળી લેવું.

હવે ગેસ પર એક વઘારીયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી તેલમાં  રાઈ અને હિંગ નાખી તતડાવો ને તૈયાર વઘાર ને ગાળી રાખેલ સોલ કઢી માં નાખો ને બરોબર મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ જરૂર મુજબ બરફ ના કટકા નાખી મિક્સ કરી લ્યો ને ઠંડી ઠંડી સર્વ કરો સોલ કઢી.

Sol kadhi banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર chefharpalsingh ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

પૌવા ની ચકરી બનાવવાની રીત | Pauva ni chakri banavani rit

બીટ ના પરોઠા બનાવવાની રીત | beet na parotha banavani rit | beet na parotha recipe in gujarati

પાણી ના પકોડા બનાવવાની રીત | pani na pakoda banavani rit

ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત | Chokha na vegitable chila banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement