નમસ્તે મિત્રો આજે આપણે ફણગાવેલ મગ અને સીંગદાણા નો સલાડ બનાવવાની રીત – Fangavel mag ane Singdana no salad banavani rit શીખીશું, do subscribe Homemade Happiness With Manisha YouTube channel on YouTube If you like the recipe , આ સલાડ ખાવા માં જેટલો હેલ્થી છે એટલો જ સ્વાદિષ્ટ પણ લાગે છે જે તમે સવાર ના નાસ્તા માં કે બપોર ના ભોજન સાથે ખાઈ શકો છો. આ સલાડ માં સારી માત્રા માં પ્રોટીન વિટામિન્સ મળતા હોય વજન ઉતારવા માં પણ ખૂબ ઉપયોગી થાય છે, તો ચાલો જાણીએ ફણગાવેલ મગ અને સીંગદાણા નો સલાડ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ફણગાવેલ મગ અને સીંગદાણા નો સલાડ બનાવવા જરૂરી સામગ્રી
- સીંગદાણા ½ કપ
- મગ ½ કપ
- કાકડી ½ કપ સુધારેલ
- ટમેટા ½ કપ સુધારેલ
- લીલા મરચા સુધારેલા 1-2
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- ફુદીના ના પાંદડા 10-12
- મરી પાઉડર ¼ ચમચી
- લીંબુ નો રસ ½ ચમચી
- સંચળ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
ફણગાવેલ મગ અને સીંગદાણા નો સલાડ બનાવવાની રીત
ફણગાવેલ મગ અને સીંગદાણા નો સલાડ બનાવવા સૌપ્રથમ મગ સાફ કરી એક બે પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ત્રણ કપ પાણી નાખી ઢાંકી ને સાત થી આઠ કલાક પલાળી લ્યો આઠ કલાક પછી એનું પાણી નિતારી ને ભીના કપડા માં પલાળેલા મગ રાખી પોટલી બનાવી પોટલી ને તપેલી માં મૂકો અને ઢાંકી ને દસ બાર કલાક ફણગાવવા મૂકો.
હવે સીંગદાણા ના દાણા ને સાફ કરી એક પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે કપ પાણી નાખી ને સીંગદાણા ને સાત થી આઠ કલાક પલળવા મૂકો. મગ ફણગાઈ જાય અને સીંગદાણા પણ પલાળી લીધા બાદ એનું પાણી નિતારી લ્યો.
હવે ડુંગળી ને ઝીણી સુધારી લ્યો, ટમેટા ને ઝીણા સુધારી લ્યો અને કાકડી ને છોલી ને સાફ કરી ને ઝીણા સુધારી લ્યો , લીલા મરચાને સુધારી લ્યો અને લીલા ધાણા ને સાફ કરી ધોઈ નિતારી ને સુધારી ને તૈયાર કરી લ્યો.
હવે એક વાસણમાં સુધારેલ કાકડી, ટમેટા, લીલા મરચા, લીલા ધાણા, ડુંગળી લ્યો એમાં પલાળેલા સીંગદાણા અને ફણગાવેલ મગ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, સંચળ, મરી પાઉડર અને લીંબુ નો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે ફણગાવેલ મગ અને સીંગદાણા નો સલાડ.
Fangavel mag ane Singdana no salad banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Homemade Happiness With Manisha ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
કાચા કેળા ની ફ્રેંચ ફ્રાઈસ બનાવવાની રીત | Kacha kela na french fries banavani rit
બિહારી દાલ પૂરી બનાવવાની રીત | Bihari dal puri banavani rit
સ્ટ્રોબેરી ફ્લેવર નારિયળ પેંડા બનાવવાની રીત | Strawberry flavor nariyal penda banavani rit
ગ્રીન પાવભાજી બનાવવાની રીત | green pav bhaji banavani rit | green pav bhaji recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે