નમસ્તે મિત્રો આજે આપણે વર્જિન મોજીતો બનાવવાની રીત – virgin mojito banavani rit શીખીશું. લીંબુ પાણી તો તમે ઘણી વખત બનાવી ને પીધું હસે ને આવેલ મહેમાન ને પણ લીંબુ પાણી બનાવી આપેલ હસે, do subscribe Curryos Kitchen YouTube channel on YouTube If you like the recipe , પણ હવે તમારા માટે અને આવેલા મહેમાન અલગ રીત ને સોડા સાથે સર્વ કરી મજા લઈ શકો છો તો ચાલો જાણીએ virgin mojito recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
વર્જિન મોજીતો બનાવવા જરૂરી સામગ્રી
- સોડા 200 એમ. એલ.
- લીંબુ 2 ના કટકા
- ખાંડ 5-6 ચમચી
- ફુદીના ના પાંદડા 10-12
- સંચળ 1-2 ચપટી
- પાણી જરૂર મુજબ
વર્જિન મોજીતો બનાવવાની રીત | virgin mojito recipe in gujarati
વર્જિન મોજીતો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ત્રણ ચાર ચમચી ખાંડ લ્યો એમાં પાંચ છ ચમચી પાણી નાખી ચમચી થી હલાવી ને ખાંડ ઓગળી લ્યો ખાંડ બરોબર ઓગળી જાય એટલે ઓગડેલી ખાંડ એક બાજુ મૂકો (અહી તમે ખાંડ ની જગ્યાએ પીગળેલા ગોળ અથવા મધ નો પણ ઉપયોગ કરી શકો છો).
હવે એક ગ્લાસ માં લીંબુ ના ત્રણ ચાર કટકા નાખો સાથે ફુદીના ના પાંદડા તોડી ને નાખો ત્યાર બાદ લાકડા ના હાથા થી કે વેલણ થી બધી સામગ્રી ને દબાવી લ્યો ને લીંબુ ને ફુદીના ના પાંદ ને ક્રશ કરી લ્યો.
હવે એમાં એક ચમચી લીંબુ નો રસ અને પાંચ છ ચમચી ખાંડ નું પાણી નાખો ત્યાર બાદ બે ત્રણ બરફ ને ક્રશ કરી નાખો સાથે બરફ ના કટકા નાખો ત્યાર બાદ એમાં જરૂર મુજબ સોડા નાખી ચમચી થી મિક્સ કરી લ્યો ને ઠંડો ઠંડો સર્વ કરો વર્જિન મોજીતો.
virgin mojito banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Curryos Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
અંકુરીત મેથી દાણા નું અથાણું બનાવવાની રીત | Methi dana nu athanu banavani rit
બ્રેડ નો નાસ્તો બનાવવાની રીત | Bread no nasto banavani rit
વરણ ભાત બનાવવાની રીત | Varan bhaat banavani rit
દહીં બ્રેડ રોલ્સ બનાવવાની રીત | Dahi bread rolls banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે