નમસ્તે મિત્રો આજે આપણે ઇન્સ્ટન્ટ પૌવા પ્રિ મિક્સ બનાવવાની રીત – Pauva premix banavani rit શીખીશું , do subscribe Ray Kitchen YouTube channel on YouTube If you like the recipe ,આ પૌવા જેમ મેગી પાંચ મિનિટ માં તૈયાર થઈ જાય એમ આ પૌવા ને પણ ડ્રાય શેકી ને તૈયાર કરી લ્યો ને ખાવા હોય, ત્યારે ગરમ પાણી નાખી ને માત્ર બે ચાર મિનિટ માં તૈયાર કરી લ્યો તો ચાલો જાણીએ Pauva premix recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
પૌવા પ્રિ મિક્સ બનાવવા જરૂરી સામગ્રી
- જાડા પૌવા 2 કપ
- સીંગદાણા ¼ કપ
- તેલ 2-3 ચમચી
- રાઈ 1 ચમચી
- જીરું ¼ ચમચી
- વરિયાળી ¼ ચમચી
- હિંગ ¼ ચમચી
- મીઠા લીમડાના પાન 8-10
- હળદર ½ ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- સૂંઠ પાઉડર ½ ચમચી
- ખાંડ 2 ચમચી
- સંચળ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીંબુ નો રસ 1 ચમચી
- ગરમ પાણી 1 કપ
- ઝીણી સેવ
- લીલા ધાણા સુધારેલા
- લીંબુની સ્લાઈસ
ઇન્સ્ટન્ટ પૌવા પ્રિ મિક્સ બનાવવાની રીત | Pauva premix recipe in gujarati
ઇન્સ્ટન્ટ પૌવા પ્રિ મિક્સ બનાવવા સૌપ્રથમ પૌવા ને ચારણી થી ચાળી ને સાફ કરી લ્યો અને એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં માં સાફ કરેલ પૌવા નાખીને મીડીયમ તાપે હલાવતા રહી પાંચ સાત મિનિટ સુંધી શેકી લ્યો ને શેકેલ પૌવા ને બીજા વાસણમાં કાઢી એક બાજુ મૂકો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં વરિયાળી નાખી મિક્સ કરી એમાં મીઠા લીમડાના પાન અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી મરચા ને બરોબર શેકી લ્યો.
ત્યાર બાદ એમાં સીંગદાણા નાખી ને સીંગદાણા ને ગોલ્ડન બ્રાઉન શેકી લ્યો સીંગદાણા શેકાઈ જાય એટલે એમાં હળદર નાખી મિક્સ કરી લ્યો ને હવે એમાં શેકી રાખેલ પૌવા, સૂંઠ પાઉડર, સંચળ, સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખી બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો.
પૌવા ને બરોબર શેકી લીધા બાદ એમાં લીંબુ નો રસ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો ને બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરવા મૂકી પૌવા બિલકુલ ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને બંધ કરી રાખો તો તૈયાર છે ઇન્સ્ટન્ટ પૌવા પ્રિ મિક્સ.
પૌવા બનાવવાની રીત
શેકી રાખેલ પૌવા માંથી એક કપ અથવા જે પ્રમાણે ખાવા ના હોય એ પ્રમાણે શેકી રાખેલ પૌવા લ્યો ત્યાર બાદ એના પા કપ અથવા જરૂર મુજબ અથવા પૌવા ડૂબે એટલું ગરમ પાણી છાંટીને ધનાકી ને પાંચ મિનિટ એક બાજુ મૂકો ને પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી ઝીણી સેવ, લીલા ધાણા સુધારેલા અને લીંબુની સ્લાઈસ મૂકી મજા લ્યો ઇન્સ્ટન્ટ પૌવા.
Pauva premix banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ray Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મેંગો સોજી હલવો બનાવવાની રીત | Mango soji halva recipe in gujarati
કાચા કેળા ની ફ્રેંચ ફ્રાઈસ બનાવવાની રીત | Kacha kela na french fries banavani rit
પૌવા ની ચકરી બનાવવાની રીત | Pauva ni chakri banavani rit
બેલ નો મુરબ્બો બનાવવાની રીત | Bel no murrabo banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે