મગદાળ ટોસ બનાવવાની રીત | Mag daal toast banavani rit

મગદાળ ટોસ બનાવવાની રીત - Mag daal toast banavani rit - Moong Dal toast recipe in gujarati
Image credit – Youtube/Kuch Pak Raha Hai
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે મગદાળ ટોસ બનાવવાની રીત – Mag daal toast banavani rit શીખીશું. રોજ સવારે ઉઠીએ એટલે પહેલો પ્રશ્ન થાય આજ નાસ્તા માં શું બનાવશું ?, do subscribe Kuch Pak Raha Hai YouTube channel on YouTube If you like the recipe  બ્રેડ, પરોઠા, ઉપમા, પૌવા ખાઈ ખાઈ ને કંટાળી જવાય ને રોજ રોજ નવું બનાવીએ પણ શું? તો આજ આપણે બ્રેડ ની જ એક નવી ને હેલ્થી વાનગી લઈ આવ્યા છીએ. તો ચાલો જાણીએ Moong Dal toast recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

મગદાળ ટોસ બનાવવા જરૂરી સામગ્રી

  • મગ ની ફોત્તરા વગરની દાળ ¾ કપ
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • લીલા મરચા સુધારેલા 1-2
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સુધારેલા કેપ્સીકમ ½
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • ઝીણું સમારેલું ગાજર ½
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • સફેદ તલ 2-3 ચમચી

મગદાળ ટોસ બનાવવાની રીત | Moong Dal toast recipe in gujarati

મગદાળ ટોસ બનાવવા સૌપ્રથમ મગ ની ફોતરા વગરની દાળ / મગ ની ફોતરા વાળી દાળ સાફ કરી ને લ્યો એને બે ત્રણ પાણી થી બરોબર ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી ને ત્રણ ચાર કલાક પલાળી મૂકો. દાળ બરોબર પલાળી લીધા બાદ એનું પાણી નિતારી નાખો ને મિક્સર જારમાં નાખો.

હવે પલાળેલી દાળ સાથે આદુ નો ટુકડો અને લીલા મરચા સુધારેલા, જીરું નાખી ને પીસી લ્યો ત્યાં બાદ જરૂર મુજબ બે ત્રણ ચમચી પાણી નાખી સ્મૂથ પીસી ને પેસ્ટ બનાવી લ્યો ને પીસેલા પેસ્ટ ને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં હળદર, મીઠું સ્વાદ મુજબ, ગરમ મસાલો, લાલ મરચા નો પાઉડર નાખો

Advertisement

હવે એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ, ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા ગાજર, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી ને મિશ્રણ તૈયાર કરી લ્યો હવે બ્રેડ ની સ્લાઈસ લ્યો એના પર તૈયાર કરેલ મિશ્રણ લગાવી લ્યો અને એના પર સફેદ તલ છાંટી દયો.

હવે ગેસ પર એક તવી કે પેન ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એના પર તેલ કે ઘી લગાવી ને જે સાઈડ મિશ્રણ લગાવેલ છે સાઈડ તવી પર મૂકી ને તવિથા થી દબાવી દયો ને બે મિનિટ ધીમા તાપે ચડવા દયો ત્યાર બાદ બીજી બાજુ તેલ કે ઘી લગાવી ને ઉથલાવી બીજી બાજુ પણ શેકી લ્યો.

આમ એક એક બ્રેડ પર મિશ્રણ લગાવી ઉપર સફેદ તલ છાંટી ને ગરમ તવી પર ઘી કે તેલ થી શેકો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ શેકી લ્યો આમ બધી જ બ્રેડ તૈયાર કરી કરતા જાઓ ને ચાકુ કે કટર થી કાપી ને કટકા કરી સોસ કે ચટણી સાથે સર્વ કરો મગદાળ ટોસ.

Mag daal toast banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kuch Pak Raha Hai ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

આદુ, લસણ, ડુંગળી અને ટમેટા ની પેસ્ટ બનાવવાની રીત | Aadu lasan dungri ane tameta ni pest banavani rit

ગોંદ કતીરા પુડિંગ બનાવવાની રીત | Gond Katira Pudding banavani rit

મગદાળ નો સલાડ બનાવવાની રીત | Moong dal salad banavani rit | Moong dal salad recipe in gujarati

ડબલ ચોકલેટ પેનકેક બનાવવાની રીત | Double Chocolate Pancake banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement