નમસ્તે મિત્રો આજે આપણે ચીઝ સ્પ્રેડ બનાવવાની રીત – cheese spread banavani rit શીખીશું. ચીઝ બજાર માં અલગ અલગ પ્રકારના મળતા હોય છે પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝ તો પહેલેથી પ્રખ્યાત છે, do subscribe Sattvik Kitchen YouTube channel on YouTube If you like the recipe , પણ આજ કાલ ચીઝ સ્પ્રેડ ખૂબ વપરાય છે અને એમાંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ બનતી હોય છે આજ આપણે એજ ચીઝ સ્પ્રેડ ને ઘરે માં રહેલ સામગ્રી માંથી તૈયાર કરીશું અને એ બજાર કરતા પણ વધારે સારું બનશે. તો ચાલો જાણીએ cheese spread recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
ચીઝ સ્પ્રેડ બનાવવા જરૂરી સામગ્રી
- ફૂલ ક્રીમ દૂધ 1 ½ લીટર
- લીંબુ નો રસ 4-5 ચમચી
- મીઠા વગરનું માખણ 2 -3 ચમચી
- મીઠું ⅛ ચમચી
ચીઝ સ્પ્રેડ બનાવવાની રીત | cheese spread recipe in gujarati
ચીઝ સ્પ્રેડ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો. દૂધ ને મિડીયમ તાપે હલાવતા રહી ગરમ કરો. દૂધ નવશેકું થાય એટલે એમાં લીંબુ નો રસ એક એક ચમચી કરી ચાર પાંચ ચમચી નાખી મિક્સ કરો દૂધ ફાટી જાય એટલે ગેસ બંધ કરી ને કડાઈને ઢાંકી ને મિનિટ આજ રહેવા દયો.
બે મિનિટ પછી ચારણી માં સાફ કપડું રાખી એમાં ફાટેલું દૂધ નાખી દયો ને પોટલી બનાવી વધારા નું પાણી નિતારી લ્યો ત્યાર ના પંદર વીસ મિનિટ સુંધી વધારા નું પાણી નીતરવા દયો (નીતારેલ પાણી તમે ગ્રેવી માં, લોટ બાંધવા વગેરે માં વાપરી શકો છો).
પાણી બરોબર નિતારી લીધા બાદ બચેલા મિશ્રણ ને મિક્સર જારમાં નાખો સાથે મીઠા વગર નું માખણ અને મીઠું નાખી એક મિનિટ ફેરવી લ્યો ત્યાર બાદ જો મિશ્રણ વધારે ઘટ્ટ હોય તો એક બે ચમચી નિતરેલ પાણી નાખી એક થી બે મિનિટ સુંધી અથવા ચીઝ સ્મથ થાય ત્યાં સુંધી પીસી ને સ્મૂથ કરી લ્યો.
તૈયાર ચીઝ ને એર ટાઈટ ડબ્બામાં ભરી એકાદ કલાક ફ્રીઝ માં સેટ થવા મૂકો ત્યાર બાદ મનગમતી વાનગી સાથે મજા લ્યો ચીઝ સ્પ્રેડ.
cheese spread banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sattvik Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
રવાની કેક બનાવવાની રીત | રવો કેક બનાવવાની રીત | rava cake banavani rit
ગુલકંદ શેક બનાવવાની રીત | Gulkand shake banavani rit
ખારી લસ્સી અને મીઠી લસ્સી બનાવવાની રીત | Khari lassi ane mithi lassi banavani rit
શાહી ટુકડા બનાવવાની રીત | Shahi tukda banavani rit | Sahi tukda recipe
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે