સુખી ભેલ ની ચટણી બનાવવાની રીત | suki bhel ni chutney banavani rit

સુખી ભેલ ની ચટણી - સુખી ભેલ ની ચટણી બનાવવાની રીત - suki bhel ni chutney - suki bhel ni chutney banavani rit - suki bhel ni chutney recipe in gujarati
Image credit – Youtube/Crave Kitchen
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે સુખી ભેલ ની ચટણી બનાવવાની રીત – suki bhel ni chutney banavani rit શીખીશું. આ ચટણી ને તમે તૈયાર કરી ને મુંબઈ ની ફેમસ સૂકી ભેલ ઘરે ખૂબ સરળ અને ઝડપથી તૈયાર કરી શકો છો, do subscribe Crave Kitchen YouTube channel on YouTube If you like the recipe , આ ચટણી ને તમે તૈયાર કરી ફ્રીઝ માં પંદર વીસ દિવસ રાખી શકો છો અને બહાર તમે એક બે દિવસ સાચવી શકો છો અને પ્રવાસમાં તૈયાર કરી સાથે લઈ જઈ શકો છો અને જ્યારે પણ ભેલ ખાવા નું મન થાય ત્યારે બનાવી ને તૈયાર કરી શકો છો તો ચાલો જાણીએ suki bhel ni chutney recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

સુખી ભેલ ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના ના પાંદડા 15-20
  • મીઠા લીમડાના પાન 15-20
  • લીલા મરચા 3-4
  • દાડિયા દાળ ½ કપ
  • આખા સૂકા ધાણા 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • હિંગ 1-2 ચપટી
  • લીંબુનો રસ 1 ચમચી
  • મીઠું ½ ચમચી

સુખી ભેલ ની ચટણી બનાવવાની રીત | suki bhel ni chutney recipe in gujarati

સુખી ભેલ ની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ લીલા ધાણા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ પંખા નીચે કોરા કપડા માં ફેલાવી ને સૂકવી લ્યો ત્યાર બાદ ફુદીના ના પાંદડા ને પણ સાફ કરી ધોઈ કપડા પર સૂકવી ને કોરા કરી લ્યો અને મીઠા લીમડાના પાન ને પણ ધોઇ કપડા પર ફેલાવી ને કરો કરી સૂકવી લ્યો.

હવે બધી સામગ્રી સુકાઈ ને બરોબર કોરી થઈ જાય એટલે મિક્સર જાર લ્યો એમાં લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદડા, મીઠા લીમડાના પાન, લીલા મરચા સુધારેલા, દાડિયા દાળ, આખા સૂકા ધાણા, શેકેલ જીરું પાઉડર, આમચૂર પાઉડર, સંચળ, મીઠું, હળદર, મીઠું  અને લીંબુનો રસ નાખો

Advertisement

હવે મિક્સર નું ઢાંકણ બંધ કરી ને પીસી લ્યો. એક બે મિનિટ પીસી લીધા બાદ તૈયાર થયેલ ચટણી ને બીજા વાસણમાં કાઢી ને ફેલાવી દયો,

 ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ ભેલ ખાવા નું મન થાય ત્યારે વઘારેલા મમરા ને બીજી સામગ્રી સાથે મિક્સ કરી ને મજા લ્યો. તો તૈયાર છે સુખી ભેલ ની ચટણી.

suki bhel ni chutney banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Crave Kitchen ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

ફરાળી મોરો ચેવડો બનાવવાની રીત | Farali moro chevdo banavani rit

પીળા કોળા નો હલવો બનાવવાની રીત | pila koda no halvo banavani rit

ચીલ ની ભાજી ના પરોઠા બનાવવાની રીત | chil ni bhaji na paratha banavani rit

મેથી દાળ બનાવવાની રીત | methi dal banavani rit | methi dal recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement