
નમસ્તે મિત્રો આજે આપણે મમરા માંથી ઉપમા બનાવવાની રીત – Mamra mathi upma banavani rit શીખીશું. આ નાસ્તો તમે સવાર ના અથવા સાંજ ની હલકી ફુલકી ભૂખમાં બનાવી ને ખાઈ શકો છો, do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube If you like the recipe , આ નાસ્તો ટેસ્ટી અને ઝટપટ બની ને તૈયાર થઈ જાય છે અને ક્યારેક ઘરમાં સોજી ના હોય ત્યારે આ નાસ્તો બનાવી ને ખાઈ શકો છો. તો ચાલો જાણીએ મમરા માંથી ઉપમા બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
મમરા માંથી ઉપમા બનાવવા જરૂરી સામગ્રી
- મમરા 3 કપ
- તેલ 2-3 ચમચી
- રાઈ ½ ચમચી
- શેકેલ સીંગદાણા ¼ કપ
- ઝીણી સુધારેલી ડુંગળી 1
- મીઠા લીમડાના પાન 7-8
- છીણેલું ગાજર 1
- કેપિસકમ સુધારેલ 1
- લીલા મરચા સુધારેલા 2-3
- રસમ પાઉડર 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીંબુનો રસ 1 ચમચી
- પાણી જરૂર મુજબ
મમરા માંથી ઉપમા બનાવવાની રીત
મમરા માંથી ઉપમા બનાવવા સૌપ્રથમ ડુંગળી ને ઝીણી સુધારી લ્યો સાથે કેપ્સીકમ અને લીલા મરચા ને પણ સુધારી લેવા ત્યાર બાદ ગાજર ને છોલી સાફ કરી ધોઈ ને છીણી ને તૈયાર કરી લ્યો અને મમરા ને ચારણી વડે ચાળી ને સાફ કરી એક બાજુ તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં શેકેલ સીંગદાણા નાખી મિક્સ કરી લ્યો ને સાથે ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. (અહી તમે તમને પસંદ હોય એવા બીજા શાક પણ નાખી શકો છો )
હવે એમાં મીઠા લીમડાના પાન, લીલા મરચા સુધારેલા, ગાજર છીણેલું, કેપ્સીકમ નાખી મિક્સ કરી ચડવા દયો શાક શકાય છે ત્યાં સુંધી સાફ કરેલ મમરા ચારણી માં જ રહેવા દયો ને એના પર એક થી બે કપ પાણી છાંટી ને નરમ કરી લ્યો ને વધારા નું પાણી નીતરવા માટે એક બાજુ કોઈ વાસણ પર મૂકો જેથી વધારાનું પાણી નીતરી જાય.
ત્યારબાદ કડાઈ માં શાક શેકાઈ જાય અને થોડા નરમ થાય એટલે એમાં રસમ પાઉડર નાખીને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ પલાળેલા મમરા અને સ્વાદ મુજબ મીઠું નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો મમરા માંથી ઉપમા.
Mamra mathi upma banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ત્રણ પ્રકારના મિલ્કશેક બનાવવાની રીત | Tran prakar na milk shake banavani rit
મગ નો જ્યુસ બનાવવાની રીત | Mag no juice banavani rit
દહીં બ્રેડ રોલ્સ બનાવવાની રીત | Dahi bread rolls banavani rit
વરણ ભાત બનાવવાની રીત | Varan bhaat banavani rit
વેજ હક્કા નુડલ્સ બનાવવાની રીત | veg hakka noodles recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે