નમસ્તે મિત્રો આજે આપણે માવા માલપુઆ બનાવવાની રીત – Mava malpua banavani rit શીખીશું, do subscribe YouTube channel on YouTube If you like the recipe , આ માલપુઆ બનાવવા ખૂબ સરળ છે અને ખાવા માં ખૂબ જ ટેસ્ટી લગતા હોય છે એક વખત ઘરમાં બનાવશો તો વારંવાર ઘર ના લોકો બનાવવા નું કહેશે તો ચાલો જાણીએ Mava malpua recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે
માવા માલપુઆ બનાવવા જરૂરી સામગ્રી
- મોરો માવો છીણેલો 1 કપ
- મેંદા નો લોટ 1 કપ
- ખાંડ 1 કપ
- નવશેકું દૂધ 2 કપ
- એલચી પાઉડર ⅛ ચમચી
- પિસ્તા ની કતરણ 2-3 ચમચી
- બદામ ની કતરણ 3-4 ચમચી
- ઘી / તેલ જરૂર મુજબ
માવા માલપુઆ બનાવવાની રીત | Mava malpua recipe in gujarati
માવા માલપુઆ બનાવવા સૌ પ્રથમ મોરા માવા ને છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ છીણેલો માવો મિક્સર જારમાં નાખો સાથે મેંદા ના લોટ ને ચાળી ને મિક્સર જારમાં નાખો સાથે પહેલા એક કપ દૂધ નાખી ને પીસી લ્યો ત્યાર બાદ એમાં બીજો અડધો કપ દૂધ નાખી ફરી પીસી લ્યો અને પીસી ને એક વાસણમાં કાઢી એક બાજુ મૂકો.
હવે એક લડાઈ માં ખાંડ અને એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો ને ગેસ ચાલુ કરી હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ ઓગળી ને થોડી ઘટ્ટ કે ચિકાસ વાળી બને ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ કે ઘી ગરમ કરવા મૂકો. ઘી કે તેલ નવશેકું ગરમ થાય એટલે કડછી થી તૈયાર કરેલ માવા વાળુ મિશ્રણ એક એક થોડા થોડા અંતરે કડછી થી નાખતા આમ એક સાથે બે કે ત્રણ માલપુઆ તરવા માટે નાખો ને બને બાજુ ગોલ્ડન શેકી લ્યો.
માલપુઆ બને બાજુ બરોબર શેકાઈ જાય એટલે તેલ કે ઘી માંથી કઢી ને તૈયાર કરેલ ચાસણી માં નાખતા જાઓ ચાસણી માં નાખી બે ચાર મિનિટ રહેવા દઈ ને કાઢી લ્યો ત્યાર બાદ ઉપર થી બદામ અને પિસ્તા ની કતરણ છાંટી ને સર્વ કરો માવા માલપુઆ.
Mava malpua banavani rit | Recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર NishaMadhulika ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ઓટ્સ સોજી ઈડલી બનાવવાની રીત | Ots soji idli banavani rit
ગોળ પાપડી બનાવવાની રીત | gol papdi recipe in gujarati | gud papdi recipe in gujarati
કીનવા સલાડ બનાવવાની રીત | Kinva salad banavani rit
અંકુરીત મેથી દાણા નું અથાણું બનાવવાની રીત | Methi dana nu athanu banavani rit
રાગી મિલ્ક બનાવવાની રીત | ragi milk banavani rit | ragi milk recipe in gujarati
બિહારી દાલ પૂરી બનાવવાની રીત | Bihari dal puri banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે