દહીં અને ચાર્ટ માટેનું મીઠું દહીં બનાવવાની રીત | Dahi ane chat mate nu mithu dahi banavani rit

દહીં અને ચાર્ટ માટેનું મીઠું દહીં બનાવવાની રીત - Dahi ane chat mate nu mithu dahi banavani rit
CookingShooking Hindi
Advertisement

નમસ્તે મિત્રો આજે આપણે દહીં અને ચાર્ટ માટેનું મીઠું દહીં બનાવવાની રીત – Dahi ane chat mate nu mithu dahi banavani rit શીખીશું, do subscribe CookingShooking Hindi YouTube channel on YouTube If you like the recipe , આજ આપણે દૂધ ને ગરમ કરી એમાં થી ઘટ્ટ દહી બનાવવા જરૂરી માહિતી સાથે દૂધ ને જમાવવાની રીત અને જામેલા દહી માંથી ચાર્ટ માટેનું મીઠું દહી બનાવવાની રીત શીખીશું. તો ચાલો જાણીએ દહીં અને ચાર્ટ માટેનું મીઠું દહીં  બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

દહીં અને ચાર્ટ માટેનું મીઠું દહીં બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 1 ½ લીટર
  • દહી 2-3 ચમચી
  • ખાંડ 100 ગ્રામ

દહીં અને ચાર્ટ માટેનું મીઠું દહીં બનાવવાની રીત

દહીં અને ચાર્ટ માટેનું મીઠું દહીં  બનાવવા સૌપ્રથમ એક જાડા તરીયા વાળી મોટી તપેલી માં ફૂલ ક્રીમ દૂધ લ્યો અને એને ગેસ પર ગરમ કરવા મૂકવું. દૂધ માં એક વખત ઉભરો આવે ત્યાં સુંધી ફૂલ તાપે ધ્યાન રાખી ને ગરમ કરો. દૂધ ઊકળવા લાગે એટલે ગેસ ને મીડીયમ કરી ને પંદર વીસ મિનિટ ઉકળવા દયો ને વચ્ચે વચ્ચે થોડું હલાવતા રહો જેથી ઉભરાય નહિ.

હવે દૂધ ને બરોબર ઉકાળી લીધા બાદ ગેસ બંધ કરી લ્યો ત્યાર બાદ દૂધ ને નવશેકું થાય ત્યાં સુંધી દૂધ ને એક બીજા વાસણમાં ઉઠળવતા જઈ નવશેકું કરી લ્યો દૂધ નવશેકું રહે એટલે એને જો તમારા પાસે માટી નું વાસણ હોય તો એમાં નાખો અથવા બીજી તપેલી માં કાઢી લ્યો.

Advertisement

હવે દહી ને બરોબર મિક્સ કરી એમાં બે ચાર ચમચી દૂધ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો હવે જો શિયાળા માં જમાવા માંગતા હો તો બે ત્રણ ચમચી અને જો ઉનાળા માં જમાવતા હો તો અડધી ચમચી જેટલું નાખી બરોબર મિક્સ કરી લ્યો.

આમ દહી નાખી બરોબર મિક્સ કરી લીધા બાદ ઢાંકી ને આઠ કલાક સુંધી અથવા આખી રાત જમાવવા મૂકો. તો તૈયાર છે દહીં

ચાર્ટ વાળુ મીઠું દહી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં લ્યો ત્યાર બાદ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ નાખો થોડી મિક્સ કરી લ્યો ત્યાર બાદ દસ પંદર મિનિટ એમજ રહેવા દયો  પંદર મિનિટ પછી ફરી દહી ને બરોબર વલોવી લ્યો ત્યાર બાદ મલમલ ના કપડા માં નાખી એક વખત ગાળી લ્યો તો તૈયાર છે ચાર્ટ વાળુ મીઠું દહીં.

Dahi ane chat mate nu mithu dahi banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર CookingShooking Hindi ને Subscribe કરજો

 નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

માવા માલપુઆ બનાવવાની રીત | Mava malpua banavani rit

બિહારી દાલ પૂરી બનાવવાની રીત | Bihari dal puri banavani rit

રાગી ની બરફી બનાવવાની રીત | Ragi ni barfi banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement