નમસ્તે મિત્રો આજે આપણે બેસન પાપડી બનાવવાની રીત – Besan papdi banavani rit શીખીશું. આ પાપડી ને તમે ચાર્ટ માં , ચા સાથે નાસ્તામાં બનાવો ને ખાઈ શકો છો, do subscribe आपका रसोई YouTube channel on YouTube If you like the recipe , જે ખાવા માં ચટપટી ને ટેસ્ટી લાગે છે ને એક વખત બનાવ્યા પછી ઘણા દિવસ બાકી રહે તો તમે લાંબો સમય સુંધી મજા પણ લઈ શકો છો તો ચાલો જાણીએ Besan papdi recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
બેસન પાપડી બનાવવા જરૂરી સામગ્રી
- અજમો 1 ચમચી
- બેસન 2 કપ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- તેલ તરવા માટે
બેસન પાપડી બનાવવાની રીત | Besan papdi recipe in gujarati
બેસન પાપડી બનાવવા માટે સૌ પ્રથમ બેસન ને ચાળી ને એક વાસણમાં લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને હાથ થી મસળી ને અજમો નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે થોડું થોડુ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી મસળી લ્યો.
હવે બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની પાપડી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ને એક એક લુવા ને કોરા લોટ ની મદદ થી જેટલી પાતળી વણી શકાય એટલી પાતળી વણી લ્યો. આમ એક એક કરી ને બધી પુરી ને વણી ને અલગ અલગ મૂકતા જાઓ.
ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ કરી એમાં એક બે પુરી નાખતા જઈ બરોબર ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો.
પાપડી ગોલ્ડન થાય એટલે તેલ માંથી કાઢી લ્યો આમ એક બે એક બે કરી બધી જ પાપડી ને તરી લ્યો અને ઠંડી થાય એટલે ડબ્બા માં ભરી ને મજા લ્યો બેસન પાપડી.
Besan papdi banavani rit | Recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર आपका रसोई ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ડુંગળી ટામેટા ની સેન્ડવીચ બનાવવાની રીત | Dungri tameta ni sandwich banavani rit
સિંધી મીઠી લોલી બનાવવાની રીત | Sindhi mithi loli banavani rit
સોજી બટાકા ના પરોઠા બનાવવાની રીત | Soji bataka na parotha banavani rit
ઓરીઓ શેક બનાવવાની રીત | Oreo shake banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે