નમસ્તે મિત્રો આજે આપણે પાલક સોજી બોલ્સ બનાવવાની રીત – Palak soji balls banavani rit શીખીશું, do subscribe Rajani Ki Rasoi Se YouTube channel on YouTube If you like the recipe , આ બોલ્સ ને બનાવી તમે સવાર કે સાંજ ના નાસ્તા માં અથવા બાળકો ને ટિફિન માં બનાવી ને આપી શકો છો જે ખાવા માં ટેસ્ટી ની સાથે હેલ્થી પણ બને છે તો ચાલો જાણીએ Palak soji balls recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
પાલક સોજી બોલ્સ બનાવવા જરૂરી સામગ્રી
- પાલક ની પ્યુરી 1 કપ
- લસણ ની કણી 3-4 ( ઓપ્શનલ છે ના ખાતા હો તો ના નાખવી )
- લીલા મરચા સુધારેલા 2-3
- સોજી 1 કપ
- પાણી જરૂર મુજબ
- તેલ 2-3 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- છીણેલું ચીઝ 1 કપ
- ચીલી ફ્લેક્સ ½ ચમચી
- બ્રેડ ક્રમ 1 કપ
- તરવા માટે તેલ
પાલક સોજી બોલ્સ બનાવવાની રીત | Palak soji balls recipe in gujarati
પાલક સોજી બોલ્સ બનાવવા સૌપ્રથમ પાલક ના પાંદ ને સાફ કરી લ્યો ત્યાર બાદ પાંદ ને મીઠા વાળા પાણી માં દસ પંદર મિનિટ મૂકો અને પંદર મિનિટ પછી પાલક ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો. પાલક બરોબર ધોઇ લીધા બાદ એને મિક્સર જાર માં નાખો સાથે એક બે લીલા મરચા અને લસણ ની કણી નાખી ને બરોબર પીસી ને પેસ્ટ બનાવી લ્યો મે પીસવા માટે જરૂર લાગે તો બે ચાર ચમચી પાણી નાખી પીસી લ્યો .
હવે ગેસ પર એક કડાઈમાં બે કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ત્રણ ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી પાણી ને ઉકળવા દયો. પાણી ઉકળવા લાગે એટલે એમાં પીસી રાખેલ પાલક ની પ્યુરી નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો. જેથી પાલક ની કચાસ નીકળી જાય.
પાલક ને પાંચ મિનિટ ચડાવી લીધા બાદ એમાં સાફ કરેલી સોજી નાખી બરોબર મિક્સ કરી હલાવતા રહી ને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી હલવતાં રહેવું. પાલક સોજી નું મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો.
હવે એક વાસણમાં છીણેલું ચીઝ લ્યો એમાં ચીલી ફ્લેક્સ નાખી બરોબર મિક્સ કરી લ્યો. હવે ઠંડા થયેલ પાલક સોજી ના મિશ્રણ માંથી જે સાઇઝ ના બોલ્સ બનાવવા ના હોય એ સાઇઝ નો લુવો લઈ એને હથેળી માં ફેલાવી વચ્ચે એક ચમચી છીણેલું ચીઝ મૂકી ફરી બધી બાજુ થી બંધ કરી બોલ્સ બનાવી લ્યો આમ બધા બોલ્સ બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી બધા તૈયાર બોલ્સ ને બ્રેડ ક્રમ માં ફેરવી બ્રેડ ક્રમ નું કોટીંગ કરી લ્યો. હવે ગરમ તેલ માં તૈયાર બોલ્સ નાખી મિડીયમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો (અહી તમે બોલ્સ ને અપ્પમ પાત્ર માં શેકી ને પણ તૈયાર કરી શકો છો ) આમ બધા બોલ્સ ને તરી લ્યો ને સોસો કે ચીઝ ડીપ સાથે સર્વ કરો પાલક સોજી બોલ્સ.
Palak soji balls banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rajani Ki Rasoi Se ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
બટાકા ની ચિપ્સ નું શાક બનાવવાની રીત | Bataka ni chips nu shak banavani rit
પાકેલા કેળા ની બરફી બનાવવાની રીત | Pakela kela ni barfi banavani rit
વર્જિન મોજીતો બનાવવાની રીત | virgin mojito banavani rit
સોજી મિલ્ક કેક બનાવવાની રીત | Soji milk cake banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે