જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ખીર કદમ બનાવવાની રીત – Kheer Kadam banavani rit શીખીશું. આ એક બંગાળી મીઠાઈ છે, do subscribe Navjot Kaur YouTube channel on YouTube If you like the recipe , આ મીઠાઈ ને રસ્કાદમ કે ખોયા કદમ પણ કેહવામાં આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. જોવામાં પણ એટલી સુંદર દેખાય છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય. અને બનાવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે બંગાળી મીઠાઈ Kheer Kadam recipe in gujarati શીખીએ.
ખીર કદમ બનાવવા જરૂરી સામગ્રી
- દૂધ ૧ લીટર
- લીંબુ નો રસ ૧ ચમચી
- રેડ ફુડ કલર ૧ ચપટી
- માવો ૧ કપ
- શુગર પાવડર ૩ ચમચી
- ગ્રેટ કરેલો માવો ૩ ચમચી
- ચાસણી બનાવવા માટેની સામગ્રી
- ખાંડ ૧ કપ
- પાણી ૧ .૫ કપ
- એલચી પાવડર ૧/૪ ચમચી
- કેસર ના ઘાગા ૭-૮
ખીર કદમ બનાવવાની રીત
ખીર કદમ બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં દૂધ નાખો. દૂધ સરસ થી ઉકળવા લાગે ત્યાં સુધી ગરમ કરી લ્યો.
ત્યાર બાદ એક વાટકી માં લીંબુ નો રસ લ્યો. હવે તેમાં એક ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો. હવે આ લીંબુ પાણી ને દૂધ માં નાખો. અને સરસ થી હલાવતા રહો. થોડી જ વારમાં દૂધ ફાટી જાસે. અને પનીર અલગ થઈ જાસે. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે એક બાઉલમાં મોટી ગારણી રાખો. હવે તેની ઉપર કોટન નું પાતળું કપડું રાખો. હવે તેમાં ફાટેલું દૂધ નાખો. હવે તેમાંથી આપણને પનીર મળી જાસે. હવે તેની ઉપર એક ગ્લાસ જેટલું પાણી નાખી પનીર ને ધોઈ લો જેથી પનીર માંથી લીંબુ ની ખટાસ નીકળી જાય.
ત્યાર બાદ કપડાં ના ચારે છેડાં ને પકડી ને એક પોટલી બનાવી લ્યો. હવે તેને સરસ થી દબાવી ને એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. ત્યાર બાદ એક કલાક માટે તેને સાઇડ માં રાખી લ્યો.
હવે એક કલાક પછી તેમાંથી પનીર ને કાઢી ને એક બાઉલ માં લઇ લ્યો. હવે તેમાં રેડ ફુડ કલર નાખો. અને પનીર ને સરસ થી પાંચ મિનિટ સુધી મસળી લ્યો. એકદમ સોફ્ટ મિશ્રણ તૈયાર થઈ જાસે.
ત્યાર બાદ પનીર ના મિશ્રણ માંથી નાના નાના બોલ બનાવી લ્યો. અને તેને એક પ્લેટ માં રાખી લ્યો.
હવે ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં એક કપ જેટલું ખાંડ નાખો. હવે તેમાં દોઢ કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં એલચી પાવડર અને કેસર નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ચાસણી સરસ થી ઉકળવા લાગે ત્યારે તેમાં બનાવી ને રાખેલા પનીર ના બોલ તેમાં નાખો. હવે તેને દસ મિનિટ સુધી સરસ થી ઉકળવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો અને એક કલાક સુધી ચાસણી માં જ પનીર બોલ ને રહવા દયો.
હવે એક કલાક પછી પનીર બોલ ને ચાસણી માંથી બારે કાઢી લ્યો. અને તેને એક ગારણી માં નાખો. જેથી એક્સ્ટ્રા ચાસણી તેમાંથી નીકળી જાય.
એક બાઉલમાં માવો લ્યો. હવે તેમાં સુગર પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી સોફ્ટ થાય ત્યાં સુધી મસળી લ્યો.
હવે તેમાંથી એક બોલ બનાવી લ્યો. હવે હાથ થી થોડું દબાવતા એક ઠેપલી બનાવી લ્યો. હવે તેની ઉપર બનાવી ને રાખેલ પનીર બોલ મૂકો. હવે તેને સરસ થી કવર કરી ને એક બોલ બનાવી લ્યો. હવે તેને ગ્રેટ કરેલા માવા માં સરસ થી કોટ કરી લો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધા બોલ બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે તૈયાર છે આપણી ટેસ્ટી બંગાળી મીઠાઈ ખીર કદમ.
Kheer Kadam recipe in gujarati notes
- કોઇ પણ ડ્રાય ફ્રુટ મીઠાઈ ઉપર રાખી ને તમે તેને ગાર્નિશ કરી શકો છો.
Kheer Kadam banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Navjot Kaur ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
બેસન અને સોજી ની મીની ઈડલી બનાવવાની રીત | Besan soji ni mini idli banavani rit
સરગવાના પાન ની દાળ બનાવવાની રીત | Sargva na pan ni daal banavani rit
જીરા રાઈસ ની રેસીપી | jeera rice banavani rit | jeera rice recipe in gujarati
વઘારેલ ઇડિયપમ બનાવવાની રીત | Vagharel Idiyappam banavani rit
ડ્રાયફ્રુટ મઠો બનાવવાની રીત | Dry fruit matho banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે