જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ફૂલવડી બનાવવાની રીત બતાવો – fulvadi banavani rit એવું કહેલ તો આજ શીખીશું, do subscribe Shamal’s cooking YouTube channel on YouTube If you like the recipe , ખૂબ જ ટેસ્ટી બને છે. ગુજરાત માં ખૂબ જ ફેમસ છે. આજે આપણે જારા અને મશીન વગર જ ફૂલવડી બનાવી ને તૈયાર કરીશું. ફૂલવડી માં ખાટું, મીઠું અને તીખું એમ ત્રણે નું એક બલેન્સ જોવા મળે છે. અને ખૂબ જ ચટપટી લાગે છે. ઉપર થી ક્રિસ્પી અને અંદર થી થોડી સોફ્ટ હોય છે. તો ચાલો આજે આપણે ઘરે ગુજરાત ની ફેમસ fulwadi recipe in gujarati language બનાવતા શીખીએ.
ફૂલવડી બનાવવા જરૂરી સામગ્રી
- લીલી મેથી ૧ કપ
- ચણા ની દાળ ૧ કપ
- બેસન ૧ કપ
- આખા ધાણા ૨ ચમચી
- વરિયાળી ૧ ચમચી
- જીરું ૧/૨ ચમચી
- તલ ૨ ચમચી
- હળદર ૧/૨ ચમચી
- કાશ્મીરી લાલ મરચું ૨ ચમચી
- હિંગ ૨ ચપટી
- આમચૂર પાવડર ૧/૨ ચમચી
- મીઠું સ્વાદ પ્રમાણે
- સુગર પાવડર ૨ ચમચી
- તેલ ૫-૬ ચમચી
- દહી ૧/૪ કપ
- બેકિંગ સોડા ૧/૪ ચમચી
- પાણી જરૂર મુજબ
- તળવા માટે તેલ
ફૂલવડી બનાવવાની રીત | fulwadi recipe in gujarati language
ફૂલવડી બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં મેથી ના પાંદડા નાખો. હવે તેને ધીમા તાપે એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે તે જ કઢાઇ માં ચણા ની દાળ નાખો. હવે તેને પણ લાઈટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે ચણા ની દાળ થોડી ઠંડી થાય એટલે તેને મિક્સર જારમાં નાખો. હવે તે ને સરસ થી પીસી લ્યો. હવે તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
એક મિક્સર જારમાં આખા ધાણા, વરિયાળી અને જીરું નાખો. હવે તેને દર્દારું પીસી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે એક બાઉલમાં પીસી ને રાખેલો ચણા નો લોટ લ્યો. હવે તેમાં બેસન નાખો. હવે તેમાં સેકી ને રાખેલી મેથી અને પીસી ને રાખેલા ધાણા, વરિયાળી અને જીરું નો પાવડર નાખો.
હવે તેમાં તલ, હળદર, કાશ્મીરી લાલ મરચું, હિંગ, આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, સુગર પાવડર, અને તેલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ તેમાં દહી અને બેકિંગ સોડા નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં થોડું થોડું કરીને પાણી નાખો અને સરસ થી લોટ ગુંથી લ્યો.
ત્યાર બાદ તેમાં થોડું થોડું પાણી નાખી આંગળી ની મદદ થી લોટ ને મસળી ને એકદમ સોફ્ટ કરી દયો.
ત્યાર બાદ ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તળવા માટે તેલ નાખો. હવે એક દૂધ ની થેલી લ્યો. હવે તેના એક સાઇડ થી ઉપર થી કાપી દયો. અને નીચે થી થોડું કટ કરી લ્યો. હવે તેમાં ફૂલવડી ના મિશ્રણ ને તેમાં નાખો.
હવે તેલ ગરમ થાય એટલે તેમાં દૂધ ની થેલી માં રાખેલ મિશ્રણ ને ઉપર થી પ્રેસ કરતા જાવ અને કાતર થી એક આંગળી નું થાય ત્યારે કટ કરતા જાવ. ત્યાર બાદ તેને સરસ થી ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી ફૂલવડી બનાવી ને તૈયાર કરી લ્યો.
હવે તૈયાર છે આપણી ગુજરાત ની ફેમસ ફૂલવડી. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં સ્ટોર કરી લ્યો.
fulwadi recipe in gujarati language notes
- લીલી મેથી ની જગ્યાએ તમે કસૂરી મેથી નો ઉપયોગ કરી શકો છો.
fulvadi banavani rit | fulwadi ni recipe | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shamal’s cooking ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ખીર કદમ બનાવવાની રીત | Kheer Kadam banavani rit
ઘઉં ના લોટ ના બિસ્કીટ બનાવવાની રીત | Ghau na lot na Biscuit banavani rit
બિસ્કિટ માંથી અપ્પમ ચોકલેટ કેક બનાવવાની રીત | Biscuit Appam chocolate cake banavani rit
બ્રેડ પકોડા ચાટ બનાવવાની રીત | Bread pakoda chaat banavani rit
પૌવા ની ચકરી બનાવવાની રીત | Pauva ni chakri banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે