નમસ્તે મિત્રો આજે આપણે પનોરી બનાવવાની રીત – Panori banavani rit શીખીશું, do subscribe Poonam’s Kitchen YouTube channel on YouTube If you like the recipe , આ પનોરી ને ઘણા ઉલ્ટી પ્લેટ નાસ્તો પણ કહે છે જે ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારો નાસ્તો છે જેને તમે સવાર સાંજ ના નાસ્તામાં બનાવી ને ખાઈ શકો છો. જેને તમે નાની પાર્ટી માં પણ બનાવી ને સર્વ કરી શકો છો તો ચાલો જાણીએ Panori recipe in gujarati માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
પનોરી બનાવવા જરૂરી સામગ્રી
- મગ /મગ દાળ 1 ¼ કપ
- આદુ 1 ઇંચ
- લસણ ની કણી 5-7 ( જો ના ખાતા હો તો ના નાખવી)
- લીલા મરચા સુધારેલા 2-3
- હિંગ ⅛ ચમચી
- ઘી જરૂર મુજબ
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
પનોરી બનાવવાની રીત | Panori recipe in gujarati
પનોરી બનાવવા માટે સૌ પ્રથમ મગ / મગ દાળ ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી છ સાત કલાક અથવા આખી રાત પલાડી મૂકો.
મગ બરોબર પલાળી લીધા બાદ એનું પાણી નિતારી લ્યો અને થોડા મિક્સર જાર માં નાખો સાથે આદુ નો ટુકડો, લીલા મરચા સુધારેલા, લસણ ની કણી નાખી ને પીસી લ્યો અને પીસવા જરૂર લાગે તો એક ચમચી પાણી નાખવું.
આમ થોડી થોડી કરી બધી દાળ ને પીસી લ્યો અને અડધા થી એક કલાક ઢાંકી ને એક બાજુ મૂકો. એકાદ કલાક પછી મિશ્રણ માં હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે ગેસ પર એક તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે એક પ્લેટ કે થાળી પર બરોબર વચ્ચે તૈયાર મિશ્રણ ને થોડું મિશ્રણ મૂકી એક સરખું ચમચી કે ભીના હાથ થી એક સરખું ફેલાવી લ્યો.
હવે થાળી કે પ્લેટ ને તપેલી પર મિશ્રણ વાળો ભાગ તપેલી પર રહે એમ મૂકો અને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી પ્લેટ કે થાળી ને ઉતારી લ્યો અને ગરમ ગરમ કટકા કરી ઘી, આચાર મસાલો, પીઝા મસાલો છાંટી ને લાગવી ને ગરમ ગરમ સર્વ કરો પનોરી.
Panori banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam’s Kitchen ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ચણા ચાટ બનાવવાની રીત | chana ni chaat banavani rit | chana chaat recipe in gujarati
સરગવાની સિંગ નું સૂપ બનાવવાની રીત | Sargvani sing nu soup banavani rit
પૌવા ની ચકરી બનાવવાની રીત | Pauva ni chakri banavani rit
દહીં પાપડી ચાટ બનાવવાની રીત | Dahi papdi chat banavani rit
વેજ હક્કા નુડલ્સ બનાવવાની રીત | veg hakka noodles recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે