જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે મેથી મસાલા પૂરી બનાવવાની રીત – Methi masala puri banavani rit શીખીશું, do subscribe Cooking With Geeta – Veg YouTube channel on YouTube If you like the recipe , આજે આપણે એકદમ નવી રીતે મેથી મસાલા પૂરી બનાવતા શીખીશું જેમાં મેથી હોવા છતાં પૂરી જરાય પણ કડવી નથી લાગતી. એકદમ ખસ્તા અને કુરકુરી બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેથી મસાલા પૂરી ને તમે નાસ્તા માં ચાય સાથે કે લસણ ની ચટણી સાથે ખાઈ શકો છો. બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Methi masala puri recipe in gujarati શીખીએ.
મેથી મસાલા પૂરી બનાવવા જરૂરી સામગ્રી
- મેથી 1 કપ
- મીઠું ½ ચમચી
- ઘઉં નો લોટ 1 ½ કપ
- લાલ મરચું પાવડર ½ ચમચી
- હળદર ½ ચમચી
- ધાણા જીરું પાવડર ½ ચમચી
- હિંગ 2 ચપટી
- ગરમ મસાલો ½ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- અજમો ½ ચમચી
- તલ 2 ચમચી
- સોજી 2 ચમચી
- બેસન 2 ચમચી
- તેલ 2 ચમચી
મેથી મસાલા પૂરી બનાવવાની રીત | Methi masala puri recipe in gujarati
મેથી મસાલા પૂરી બનાવવા માટે સૌથી પેહલા મેથી ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેને કિચન ટાવેલ ઉપર રાખી ને કોરી કરી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં અડધી ચમચી જેટલું મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને દસ મિનિટ સુધી સાઇડ માં રેહવાં દયો.
હવે દસ મિનિટ પછી મેથી એકદમ સોફ્ટ થઈ ગઈ હશે. હવે મેથી ને હાથ માં લઇ ને મુઠ્ઠી બંધ કરી ને સરસ થી નિચવી ને પાણી કાઢી લ્યો. જેથી મેથી ની કડવાશ બધી નીકળી જાય. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો.
હવે એક કથરોટ માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર, હિંગ, ગરમ મસાલો, મીઠું સ્વાદ પ્રમાણે, અજમો અને તલ નાખો. હવે તેમાં સોજી, બેસન અને તેલ નાખો. હવે તેમાં પ્લેટ માં રાખેલી મેથી નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
ત્યારબાદ હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ. અને સરસ થી ટાઈટ લોટ ગુંથી લ્યો. ચાર થી પાંચ મિનિટ સુધી લોટ ને સરસ થી ગુંથી લ્યો. જેથી લોટ સોફ્ટ થઈ જાય અને પૂરી સરસ થી ખસ્તા બને.
હવે ગૂંથેલા લોટ નો એક રોલ બનાવી લ્યો. હવે તેમાંથી નાના નાના લુવા બનાવી લ્યો. હવે તેમાંથી એક લુવો લ્યો અને પૂરી વણી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધી પૂરી વણી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે પૂરી નાખો. હવે જારા ની મદદ થી પૂરી ને થોડી દબાવો એટલે તે સરસ થી ફૂલી જશે. ત્યાર બાદ તેને પલટાવી દયો. હવે પૂરી ને ગોલ્ડન બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી પૂરી બનાવી ને તૈયાર કરી લ્યો.
તૈયાર છે આપણી મેથી મસાલા પૂરી. હવે તેને ચાય કે લસણ ની ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ મેથી મસાલા પૂરી ખાવાનો આનંદ માણો.
Methi masala puri banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Geeta – Veg ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
મકાઈ ની કટલેટ બનાવવાની રીત | Makai ni cutlet banavani rit
પાકેલા કેળા ની બરફી બનાવવાની રીત | Pakela kela ni barfi banavani rit
શેકેલ બ્રેડ બટર જામ બનાવવાની રીત | Shekel bread batar jam banavani rit
મગદાળ ટોસ બનાવવાની રીત | Mag daal toast banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે