જુવાર ના લોટ નો ખસ્તા નાસ્તો બનાવવાની રીત | Juvar na lot no khasta nasto banavani rit

જુવાર ના લોટ નો ખસ્તા નાસ્તો - જુવાર ના લોટ નો ખસ્તા નાસ્તો બનાવવાની રીત - Juvar na lot no khasta nasto - Juvar na lot no khasta nasto banavani rit
Image credit – Youtube/NishaMadhulika
Advertisement

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે જુવાર ના લોટ નો ખસ્તા નાસ્તો બનાવવાની રીત – Juvar na lot no khasta nasto banavani rit શીખીશું, do subscribe NishaMadhulika YouTube channel on YouTube If you like the recipe , ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સમોસા અને કચોરી કરતા પણ ટેસ્ટી લાગે છે. તેને ગરમ ગરમ સોસ કે ચટણી સાથે ખાઈ શકાય છે અને બચી ગયેલ નાસ્તા ન સાંજે ચાય સાથે પણ ખાઈ શકાય છે. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે હેલ્થી અને ટેસ્ટી જુવાર ના લોટ નો ખસ્તા નાસ્તો બનાવતા શીખીએ.

જુવાર ના લોટ નો ખસ્તા નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી

  • બટેટા 4
  • ઝીણી સુધારેલી પાલક ½ કપ
  • આદુ ની પેસ્ટ 1 ચમચી
  • ઝીણા સુધારેલા કેપ્સીકમ ¼ કપ
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
  • કસૂરી મેથી 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • અજમો 1 ચમચી
  • હિંગ 1 ચપટી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • જુવાર નો લોટ 1 કપ
  • તેલ 1+1 ચમચી
  • તળવા માટે તેલ

જુવાર ના લોટ નો ખસ્તા નાસ્તો બનાવવાની રીત

જુવાર ના લોટ નો ખસ્તા નાસ્તો બનાવવા માટે સૌથી પહેલા ચાર બાફેલા બટેટા લ્યો. હવે તેને એક બાઉલ માં મેસર ની મદદ થી મેસ કરી લ્યો.

હવે તેમાં ઝીણી સુધારેલી પાલક, ઝીણા સુધારેલા કેપ્સીકમ, ઝીણા સુધારેલા લીલાં મરચાં, આદુ ની પેસ્ટ, કસૂરી મેથી, જીરું, અજમો, હિંગ, લાલ મરચું પાવડર, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને જુવાર નો લોટ નાખો.

Advertisement

 હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો અને લોટ ગુંઠીએ તે રીતે ગુંથી ને ટાઈટ લોટ ગુંથી લ્યો.

  ફરી થી તેમાં એક ચમચી જેટલું તેલ નાખો અને ફરી થી તેને ગુંથી લ્યો. હવે તેમાંથી એક પેડાં જેટલું જ મિશ્રણ લ્યો. હવે હાથ થી તેની લોઇ બનાવી ને તેને વણી લ્યો અથવા હાથ થી જ થોડું પ્રેસ કરી ને પૂરી નો સેપ આપો. આવી રીતે બધી પૂરી બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે પૂરી નાખો. લાઈટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી ધીમા તાપે પૂરી ને બને તરફ તળી લ્યો. ત્યાર બાદ ગેસ ની આંચ ફૂલ કરી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી પૂરી ને તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી પૂરી તળી ને તૈયાર કરી લ્યો.

હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી જુવાર ના લોટ નો ખસ્તા નાસ્તો. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ જુવાર ના ખસ્તા નાસ્તા ખાવાનો આનંદ માણો.

Juvar na lot no khasta nasto recipe notes

  • મિશ્રણ માં તમે તમારા હિસાબ થી કોઈ પણ વેજીટેબલ નો ઉપયોગ કરી શકો છો.
  • મિશ્રણ માં તમે પાલક ની જગ્યા એ ફ્રેશ મેથી નો ઉપયોગ કરો તો કસૂરી મેથી ન નાખવી.

Juvar na lot no khasta nasto banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર NishaMadhulika ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement