ઘરે Chana daal ni chatni banavani rit – ચણા દાળ ની ચટણી બનાવવાની રીત શીખીશું. સાઉથ ઇન્ડિયન કોઈ પણ ડીશ સાથે આ ચટણી ખાઈ શકાય છે, do subscribe momsmagic tastyfood YouTube channel on YouTube If you like the recipe , ઘરે નારિયલ ના હોય અને ઈડલી, ઢોસા કે મેન્દુ વડા બનાવ્યા હોય ત્યારે ચણા દાળ ની ચટણી બનાવી શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. આ ચટણી ને તમે ચાર પાંચ દિવસ માટે ફ્રીઝ માં રાખીને સ્ટોર પણ કરી શકો છો અને રોટલી કે પરાઠા સાથે પણ ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ચણા દાળ ની ચટણી બનાવતા શીખીએ.
ચણા દાળ ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી
- તેલ 2 ચમચી
- જીરું 1 ચમચી
- રાઈ 1 ચમચી
- ચણા ની દાળ 1 કપ
- મીઠા લીમડા ના પાન 8-10
- લસણ ની કડી 6-7
- લીલાં મરચાં 2-3
- આદુ 1 ઇંચ
- 1 ડુંગળી ના ટુકડા
- 1 ટામેટા ના ટુકડા
- સ્વાદ પ્રમાણે મીઠું
- આમલી 1 ચમચી
- આખા લાલ મરચાં 4-5
- પાણી 1 કપ
- કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ½ ચમચી
ચટણી ઉપર વઘાર કરવા માટેની સામગ્રી
- તેલ 2 ચમચી
- રાઈ 1 ચમચી
- આખા લાલ મરચાં 2-3
- મીઠા લીમડા ના પાન 4-5
- હિંગ 1 ચપટી
Chana daal ni chatni banavani rit
ચણા દાળ ની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને રાઈ નાખો.
તેમાં ચણા દાળ નાખો. હવે તેને લાઈટ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં મીઠા લીમડા ના પાન, લસણ ની કડી, આખા લાલ મરચાં, આદુ ના ટુકડા, ડુંગળી ના ટુકડા અને ટામેટા ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ચડાવી લ્યો.
હવે તેમાં આમલી, આખા લાલ મરચાં અને કાશ્મીરી લાલ મરચું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને ઢાંકી ને તેલ છૂટું થાય ત્યાં સુધી ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. અને ચટણી ના મિશ્રણ ને ઠંડું થવા દયો.
હવે ચટણી નું મિશ્રણ ઠંડુ થઈ ગયું હસે. હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં ત્રણ ચાર ચમચી જેટલું પાણી નાખી સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
ચટણી ઉપર વઘાર કરવા માટેની રીત
ચટણી ઉપર વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં આખા લાલ મરચાં અને મીઠા લીમડા ના પાન નાખો. હવે તેમાં ચપટી એક હિંગ નાખો. હવે આ વઘાર ને ચટણી ઉપર રેડી દયો.
હવે તૈયાર છે આપણી સાઉથ ઈન્ડિયન સ્પેશિયલ ચણા દાળ ની ચટણી. હવે તેને ઈડલી, ઢોસા કે મેંદુ વડા સાથે સર્વ કરો અને ટેસ્ટી ચણા દાળ ની ચટણી ખાવા નો આનંદ માણો.
ચણા દાળ ની ચટણી બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર momsmagic tastyfood ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
વેજ કોલ્હાપુરી બનાવવાની રીત | Vej Kolhapuri banavani rit
પીઝા મઠરી બનાવવાની રીત | Pizza mathri banavani rit | Pizza mathri recipe in gujarati
દૂધી માંથી પનીર બનાવવાની રીત | Dudhi mathi paneer banavani rit
મિલ્ક પાવડર ના લાડુ બનાવવાની રીત | milk powder na ladoo banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે