નમસ્તે મિત્રો આજે આપણે સીંગદાણા ની ચીકી બનાવવાની રીત – singdana ni chikki banavani rit શીખીશું, do subscribe Ratna ki Rasoi YouTube channel on YouTube If you like the recipe , શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને હેલ્થી ને ટેસ્ટી વાનગીઓ અને વાસણા ખાઈ ને તંદુરસ્ત થવા ના દિવસો આવી ગયા છે. આજ આપણે સીંગદાણા ની ચીકી બનાવતા શીખીશું જે એક દમ હેલ્થી અને ટેસ્ટી લાગે છે અને સાથે લાંબો સમય સુંધી રાખી ને ખાઈ પણ શકો છો તો ચાલો જાણીએ singdana chikki recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
સીંગદાણા ની ચીકી બનાવવા જરૂરી સામગ્રી
- શેકેલ સીંગદાણા 250 ગ્રામ / 1 કપ
- છીણેલો ગોળ 250 ગ્રામ / ½ કપ
- બેકિંગ સોડા 1-2 ચપટી
સીંગદાણા ની ચીકી બનાવવાની રીત | singdana chikki recipe in gujarati
સીંગદાણા ની ચીકી બનાવવા સૌપ્રથમ ગેસ પર સીંગદાણા ને ધીમા તાપે શેકી લ્યો. શેકેલ સીંગદાણા ને ઠંડા કરી લીધા બાદ એના ફોતરા ઘસી ને અલગ કરી નાખો અને ગોળ ને ચાકુ થી છીણી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં છીણેલો ગોળ નાખી એમાં એક બે ચમચી પાણી નાખી ને ગોળ ને ઓગળી લ્યો ગોળ ઓગળી જાય એટલે મિડીયમ તાપે હલાવતા રહો. ગોળ શેકાઈ ને ફૂલવા લાગે એટલે એક બે ટીપાં નાખી ચેક કરો જો એ ટીપાં ને તોડતા તૂટી જાય એટલે ગેસ બંધ કરી એમાં બેકિંગ સોડા અને શેકેલ સીંગદાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે તેલ લગાવેલ પ્લેટ ફોર્મ પર કે પાટલા વેલણ પર તેલ લગાવી ને મિશ્રણ લગાવી ને પાણી વાળા હાથે વણી લ્યો આમ તૈયાર મિશ્રણ ને થોડી થોડી કરી ને વણી લ્યો ને અડધા કલાક માટે ઠંડી થવા દયો ત્યાર બાદ કટકા કરી મજા લ્યો સીંગદાણા ની ચીકી.
singdana ni chikki banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ratna ki Rasoi ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
ઘઉંના લોટ ના વેજીટેબલ ચિલા બનાવવાની રીત | Ghau na lot na vegetable chila banavani rit
જૈન વેજ કડાઈ બનાવવાની રીત | Jain veg kadai banavani rit | Jain veg kadai recipe in gujarati
મીઠા લીમડાની ચટણી બનાવવાની રીત | Mitha limda ni Chutney banavani rit
બ્રેડ પકોડા ચાટ બનાવવાની રીત | Bread pakoda chaat banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે