લીલા વટાણા ની મસાલા બાટી બનાવવાની રીત | Lila Vatana ni masala bati banavani rit

લા વટાણા ની મસાલા બાટી - Lila Vatana ni masala bati - લીલા વટાણા ની મસાલા બાટી બનાવવાની રીત - Lila Vatana ni masala bati banavani rit - Lila Vatana ni masala bati recipe in gujarati
Image credit – Youtube/NishaMadhulika
Advertisement

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે લીલા વટાણા ની મસાલા બાટી બનાવવાની રીત – Lila Vatana ni masala bati banavani rit શીખીશું, do subscribe NishaMadhulika YouTube channel on YouTube If you like the recipe , આ બાટી ને તમે દાળ સાથે ખાઈ શકો છો અને મસાલા વાળી હોવાથી ચાય કે ચટણી સાથે પણ ખાઈ શકો છો. તે ઉપર થી ખસ્તા અને અંદર થી સોફ્ટ બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે Lila Vatana ni masala bati recipe in gujarati શીખીએ.

લીલા વટાણા ની મસાલા બાટી બનાવવા જરૂરી સામગ્રી

  • આદુ 1 ઇંચ
  • લીલા વટાણા 1 કપ
  • લીલાં મરચાં 2
  • ઘઉં નો લોટ 2 કપ
  • લીલાં ધાણા ½ કપ
  • ઘી 2 ચમચી
  • અજમો ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • બેકિંગ સોડા 1 ચમચી

લીલા વટાણા ની મસાલા બાટી બનાવવાની રીત | Lila Vatana ni masala bati recipe in gujarati

લીલા વટાણા ની મસાલા બાટી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં વટાણા નાખો. હવે તેમાં લીલાં મરચાં, આદુ ના ટુકડા અને લીલાં ધાણા ને સુધારી ને નાખો. હવે તેને દર દરૂ પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

એક કથરોટ માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં પીસી ને રાખેલો મસાલો નાખો. હવે તેમાં બે ચમચી જેટલું ઘી અને હાથ થી મસળી ને અજમો નાખો. હવે તેમાં જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને બેકિંગ સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

Advertisement

હવે તેમાં થોડું થોડું નવશેકું ગરમ પાણી નાખતા જાવ અને સરસ થી ટાઈટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને દસ મિનિટ સુધી ઢાંકી ને સેટ થવા માટે રાખી દયો.

ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં સરસ થી મીઠું પાથરી ને રાખો. હવે તેને ઢાંકી ને સાત થી આઠ મિનિટ સુધી ગરમ થવા માટે રાખી દયો.

એક પ્લેટ ને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે દસ મિનિટ પછી લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેના લુવા બનાવી લ્યો. હવે તેમાંથી એક લુવો લ્યો. હવે તેનો બોલ બનાવી થોડું પ્રેસ કરી ટિક્કી નો સેપ આપો. હવે વચ્ચે આંગળી થી પ્રેસ કરો. હવે બાટી ને ઘી થી ગ્રીસ ને રાખેલી પ્લેટ ઉપર રાખો. આવી રીતે બધી બાટી બનાવી ને તૈયાર કરી લ્યો.

કુકર નું ઢાંકણ હટાવી ને પ્લેટ ને તેમાં મૂકો. હવે ઢાંકણ ને ફરી થી ઢાંકી દયો. બાટી ને બેક કરવા માટે ઢાંકણ માંથી સીટી અને રીંગ બને કાઢી ને કુકર ને બંધ કરવું. હવે તેને પંદર મિનિટ સુધી મિડીયમ તાપે બેક થવા દયો.

પંદર મિનિટ પછી બાટી ની ઉપર ઘી લગાવી તેને પલટાવી દયો. હવે ફરી થી તેની ઉપર ઘી લગાવી લ્યો. હવે ફરી થી તેને ઢાંકી ને દસ મિનિટ સુધી બેક કરી લ્યો.

દસ મિનિટ પછી બાટી ને કુકર માંથી બારે કાઢી લ્યો. હવે તેને ઘી માં ડીપ કરી ને એક પ્લેટ માં રાખી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી વટાણા ની મસાલા બાટી. હવે તેને દાળ કે ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ વટાણા ની મસાલા બાટી ખાવા નો આનંદ માણો.

Lila vatana bati recipe notes

  • બેક કરવા માટે લીધેલું મીઠું તમે ફરી થી કોઈ વાનગી ને બેક કરવા માટે વાપરી શકો છો.

Lila Vatana ni masala bati banavani rit | Recipe Video

Video Credit : Youtube/ NishaMadhulika

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર NishaMadhulika ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

વેજિટેબલ રાઈસ બોલ બનાવવાની રીત | Vegetable rice ball banavani rit

કોર્ન ફ્લોર કુકી બનાવવાની રીત | corn flour cookie banavani rit| corn flour cookie recipe gujarati

હેલ્થી જ્યુસ બનાવવાની રીત | healthy juice banavani rit

રોઝ ચોકલેટ બનાવવાની રીત | rose chocolate banavani rit | rose chocolate recipe in gujarati

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement