ઘરે ટેસ્ટી રંગ બે રંગી પૂરી બનાવવાની રીત – Rang be rangi puri banavani rit શીખીશું, do subscribe Cookingdotcom YouTube channel on YouTube If you like the recipe , આજે આપણે ફુડ કલર નો ઉપયોગ કર્યા વગર એકદમ નેચરલ રીતે રંગ બે રંગી પૂરી બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. સવારે નાસ્તા માં કે બાળકો ને ટિફિન માં આ પૂરી આપી શકો છે. સાથે ખૂબ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઇ જાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી રંગ બે રંગી પૂરી બનાવતા શીખીએ.
રંગ બે રંગી પૂરી બનાવવા જરૂરી સામગ્રી
- બીટ 1
- પાલક 1 કપ
- ઘઉં નો લોટ 2 કપ
- સ્વાદ પ્રમાણે મીઠું
- હળદર 1 ચપટી
Rang be rangi puri banavani rit
રંગ બે રંગી પૂરી બનાવવા માટે સૌથી પહેલાં બીટ ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી છોલી ને તેના નાના ટુકડા કરી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેને સરસ થી પીસી ને પેસ્ટ બનાવી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.
પાલક ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને પણ મિક્સર જારમાં નાખો. હવે તેને પણ પીસી ને તૈયાર કરી લ્યો. હવે પાલક ની પેસ્ટ ને પણ એક બાઉલ માં કાઢી લ્યો , એક કથરોટ માં ઘઉં નો લોટ લ્યો. હવે તેના એકસરખા ત્રણ ભાગ કરો. હવે તેમાં થી એક ભાગ તેમાં જ રહવા દયો. અને બીજા બે ભાગ ને પ્લેટ માં કાઢી લ્યો.
કથરોટ વારા ઘઉં ના લોટ માં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં પાલક ની પેસ્ટ થોડી થોડી નાખી ને રોટલી ના લોટ જેવો સરસ થી લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો , કથરોટ માં બીજા ભાગ નો ઘઉં નો લોટ નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં બીટ ની પેસ્ટ થોડી થોડી નાખી ને તેનો પણ સરસ થી લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો.
ત્રીજા ભાગ વાળો ઘઉં નો લોટ કથરોટ માં નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી એક હળદર નાખો. હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી લોટ ગુંથી લ્યો.
ત્રણ કલર ના આપણા લોટ ગુંથી ને તૈયાર છે. હવે ત્રણે લોટ માંથી સરસ થી ત્રણ લુવા બનાવી લ્યો.
વારા ફરથી કોરો લોટ લગાવી ને ત્રણે લોટ ની રોટલી વણી લ્યો. ત્રણે રોટલી વનાઈ જાય ત્યાર બાદ તેને એક ઉપર એક રાખી દયો. હવે તેનો એક રોલ બનાવી લ્યો. હવે આ રોલ ને ચાકુ ની મદદ થી અડધા ઇંચ ના ગેપ માં કટ લગાવી લ્યો. હવે આપણી પાસે રંગ બે રંગી પૂરી બનાવવા માટેના રંગ બે રંગી લુવા તૈયાર છે.
એક લુવો લ્યો. હવે તેની સરસ થી પૂરી વણી ને તૈયાર કરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધી પૂરી બનાવી ને તૈયાર કરી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે પૂરી નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી પૂરી તળી ને તૈયાર કરી લ્યો.
તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી રંગ બે રંગી પૂરી. હવે તેને ચાય કે ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ રંગ બે રંગી પૂરી ખાવાનો આનંદ માણો.
રંગ બે રંગી પૂરી બનાવવાની રીત | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cookingdotcom ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
બાજરા ના લોટ ના અપ્પમ બનાવવાની રીત | Bajri na lot na appam banavani rit
મૂળા ડુંગળી નું કચુંબર બનાવવાની રીત | Mula dungri nu kachumber banavani rit
જામફળ ની ચટણી બનાવવાની રીત | jamfal ni chutney banavani rit
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે