કુંદરું નું શાક બનાવવાની રીત | Kundru nu shaak banavani rit

કુંદરું નું શાક - Kundru nu shaak - કુંદરું નું શાક બનાવવાની રીત - Kundru nu shaak banavani rit
Image credit – Youtube/Amazing kitchen recipes
Advertisement

ઘરે કુંદરુ નું શાક બનાવવાની રીત – Kundru nu shaak banavani rit શીખીશું. કુંદરૂ ને ટિંડોલા પણ કેહવામા આવે છે. આજે આપણે એકદમ નવી રીતે કુંદરું નું શાક બનાવતા શીખીશું , do subscribe Amazing kitchen recipes YouTube channel on YouTube If you like the recipe ,ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. આ શાક ને તમે રોટલી કે પરાઠા સાથે ખાઈ શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી કુંદરું નું શાક બનાવતા શીખીએ.

કુંદરું નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 2 ચમચી
  • કુંદરું ½ kg
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • બેસન 2 ચમચી
  • તેલ 4-5 ચમચી
  • જીરું ½ ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • આદુ અને લસણ ની પેસ્ટ 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા પાવડર 1 ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ચમચી
  • પાણી 2 ચમચી
  • જીરું પાવડર ½ ચમચી
  • વરિયાળી નો પાવડર ½ ચમચી
  • ઝીણા સુધારેલા ટામેટા 2
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • દહી ½ કટોરી
  • લીલાં મરચાં 1
  • પાણી 1 કપ
  • ગરમ મસાલો 1 ચમચી
  • કસૂરી મેથી 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી

Kundru nu shaak banavani rit

કુંદરું નું શાક બનાવવા માટે સૌથી પહેલાં કુંદરું ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી ટોપ અને બોટમ નો ભાગ થોડો કાપી લ્યો. હવે તેને વચ્ચે થી ચીરી ને બે ભાગ કરી લ્યો. આવી રીતે બધા કુંદરું સુધારી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં સુધારી ને રાખેલી કુંદરું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

Advertisement

તેને સરસ થી ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેમાં બેસન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે મિનિટ સુધી ફરી થી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

ગેસ પર ફરી થી એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં આદુ અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં હળદર, ધાણા પાવડર અને કાશ્મીરી લાલ મરચું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બે ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મસાલા ને એક મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં જીરું પાવડર અને વરિયાળી નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેલ છૂટું થાય ત્યાં સુધી ટામેટા ને  સરસ થી ચડાવી લ્યો.

ત્યાર બાદ શાક માં દહી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ફરી થી શાક માં તેલ છૂટું થાય ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં સેકી ને રાખેલા કુંદરું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને ઢાંકી ને સાત થી આઠ મિનિટ સુધી ધીમા તાપે ચડાવી લ્યો.

ત્યાર બાદ તેમાં ગરમ મસાલો અને કસૂરી મેથી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો.

તૈયાર છે આપણું ટેસ્ટી કુંદરું નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ કુંદરું નું શાક ખાવાનો આનંદ માણો.

કુંદરું નું શાક બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Amazing kitchen recipes

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Amazing kitchen recipes ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

બદામ ની ખીર બનાવવાની રીત | Badam ni kheer banavani rit

લસૂની બાજરા કઢી બનાવવાની રીત | Lasuni bajra kadhi banavani rit | Lasuni bajra kadhi recipe in gujarati

બાજરાની ખીચડી બનાવવાની રીત | bajra ni khichdi banavani rit | bajra ni khichdi recipe in gujarati

લસણ બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત | lasan bataka na gathiya recipe in gujarati | lasan bataka na gathiya banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement