ઘરે ચાર પડ વાળા પરાઠા અને વઘારેલું દહી બનાવવાની રીત – char pad vara parothaane vaghrelu dahi banavani rit શીખીશું, do subscribe Food se Fitness Gujarati YouTube channel on YouTube If you like the recipe , આજે આપણે એકદમ નવી રીતે ચાર પડ વાળા મસાલા વાળા પરાઠા બનાવતા શીખીશું. સાથે ખૂબ જ સ્વાદિષ્ટ વઘારેલું દહી બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. અને જોવામાં પણ ખૂબ જ સરસ લાગે છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય. સાથે ખૂબ જ સોફ્ટ બને છે. તો ચાલો આજે આપણે ઘરે એકદમ નવી રીતે ચાર પડ વાળા મસાલા પરાઠા અને સાથે વઘારેલું દહી બનાવતા શીખીએ.
ચાર પડ વાળા પરાઠા બનાવવા માટેની સામગ્રી
- ઘઉં નો લોટ 2 કપ
- સ્વાદ પ્રમાણે મીઠું
- તેલ 1 ચમચી
- પાણી જરૂર મુજબ
- ઘી
- આમચૂર પાવડર
- લાલ મરચું પાવડર
- અજમો
- કસૂરી મેથી
- તલ
- ઝીણા સુધારેલા લીલાં ધાણા
વઘારેલું દહી બનાવવા માટેની સામગ્રી
- દહી 1 કપ
- તેલ 4 ચમચી
- હિંગ ¼ ચમચી
- જીરું ½ ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 1
- આખા લાલ મરચાં 2
- લસણ ની કડી 8-10
- લીમડા ના પાન 8-10
- 1 ડુંગળી ની સ્લાઈસ
- 1 ટામેટું
- સ્વાદ પ્રમાણે મીઠું
- હળદર ¼ ચમચી
- લાલ મરચું પાવડર 1 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- ધાણા પાવડર 1 ચમચી
- કસૂરી મેથી 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા
ચાર પડ વાળા મસાલા પરાઠા બનાવવા માટેની રીત
ચાર પડ વાળા મસાલા પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં જરૂર મુજબ થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
ત્યાર બાદ ફરી થી લોટ ને ગુંથી લ્યો. હવે તેમાંથી એક લુવો લ્યો. હવે તેની એક પાતળી રોટલી વણી લ્યો. હવે તેની ઉપર અડધી ચમચી જેટલું ઘી નાખો. હવે તેની ઉપર થોડું લાલ મરચું પાવડર, આમચૂર પાઉડર અને થોડો અજમો નાખો. હવે તેની ઉપર કસૂરી મેથી અને થોડા સફેદ તલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને પૂરી રોટલી ઉપર ફેલાવી ને લગાવી લ્યો.
રોટલી ને વચ્ચે થી ચાકુ ની મદદ થી એક કટ લગાવી લ્યો. હવે તેને ફોલ્ડ કરી લ્યો. હવે તેની ઉપર થોડું ઘી લગાવી લ્યો. હવે તેની ઉપર કોરો લોટ લગાવો. હવે તેને ફરી થી ફોલ્ડ કરી લ્યો. હવે ફરી થી તેની ઉપર ઘી લગાવો અને હવે તેની ઉપર કોરો લોટ લગાવો. હવે સરસ થી એક ત્રિકોણ બની ગયો હસે. હવે તેની ઉપર સફેદ તલ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા છાંટો.
તેને હલ્કા હાથે વણી લ્યો. ત્યાર બાદ ગેસ પર એક તવી મૂકો. હવે તેની ઉપર વણી ને રાખેલ પરાઠા નાખો. હવે તેને બને તરફ ઘી લગાવી ને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પરાઠા બનાવી લ્યો.
વઘારેલું દહી બનાવવાની રીત
વઘારેલું દહી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં દહી લ્યો. હવે તેને સરસ થી હલાવી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને જીરું નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેમાં આખા લાલ મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં ઝીણું સુધારેલું લસણ અને લીમડા ના પાન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ડુંગળી ની સ્લાઈસ નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ટામેટા ને સુધારીને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર ,લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ધાણા પાવડર અને કસૂરી મેથી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ ગેસ બંધ કરી દયો અને વઘાર થોડો ઠંડો થાય ત્યારે તેમાં દહી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તૈયાર છે આપણા ટેસ્ટી ચાર પડ વાળા મસાલા પરાઠા અને વઘારેલું દહી. હવે તેને ટામેટા અને ડુંગળી ની સ્લાઈસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ ચાર પડ વાળા મસાલા પરાઠા અને વઘારેલું દહી ખાવાનો આનંદ માણો.
Recipe NOTES
- વઘાર ઠંડો થાય ત્યાર બાદ તેમાં દહી નાખવું ગરમ વઘાર માં દહી નાખવા થી દહી ફાટી જશે.
char pad vara parothaane vaghrelu dahi banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો
નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો
જુવાર ની ખીચડી બનાવવાની રીત | Juwar ni khichdi banavani rit
લીલા ચણા ની ચાટ બનાવવાની રીત | Lila chana ni chat banavani rit
રાજગરા ના ચીલા બનાવવાની રીત | Rajgara na chila banavani rit | Rajgara na chila recipe in gujarati
મસાલા ખીચડી બનાવવાની રીત | masala khichdi banavani rit | masala khichdi recipe in gujarati
જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો
તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે