દહીં ટોસ્ટ બનાવવાની રીત | dahi toast banavani rit

દહીં ટોસ્ટ - dahi toast - દહીં ટોસ્ટ બનાવવાની રીત - dahi toast banavani rit - dahi toast Recipe in gujarati
Image credit – Youtube/Aromatic Zayka 19
Advertisement

મિત્રો આજે આપણે દહીં ટોસ્ટ બનાવવાની રીત – dahi toast banavani rit શીખીશું. અત્યાર સુંધી તમે દહી માંથી અલગ અલગ કેટલીય વાનગી બનાવી ને મજા લીધી હસે એમ બ્રેડ માંથી અલગ અલગ પ્રકારની કેટલીય વાનગી બનાવી હસે પણ ક્યારે દહી અને બ્રેડ માંથી કોઈ વાનગી બનાવી છે, do subscribe Aromatic Zayka 19 YouTube channel on YouTube If you like the recipe , જો ના તો આજ બનાવતા શીખીશું. જેને સવાર ના કે સાંજ ના નાસ્તામાં બનાવી ને મજા લઇ શકો છો તો ચાલો જાણીએ દહીં ટોસ બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

દહીં ટોસ્ટ બનાવવા જરૂરી સામગ્રી

  • બ્રેડ ની સ્લાઈસ 5-6
  • દહીં 1 કપ
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • જીરું ¼ ચમચી
  • ઝીણા સુધારેલ લીલા મરચા 1-2
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • મીઠા લીમડા ના પાન 5-7
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

દહીં ટોસ્ટ બનાવવાની રીત

 દહીં ટોસ બનાવવા સૌપ્રથમ ગેસ પર વઘાસિયા માં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.

એક વાસણમાં દહીં લ્યો અને એને વલોવી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, મરી પાઉડર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર કરેલ વઘાર નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો

Advertisement

ગેસ પર તવી ગરમ કરવા મૂકો. તવી  ગરમ થાય ત્યાં સુંધી માં બ્રેડ ની સ્લાઈસ લઈ એને દહી માં બને બાજુ બોળી ને તવી પર મૂકો અને ત્યાર બાદ જરૂર મુજબ તેલ નાખી બને બાજુ મિડીયમ તાપે ગોલ્ડન શેકી લ્યો. આમ બધી જ સ્લાઈસ ને દહી માં બોળી ને તવી પર શેકી લ્યો અને મજા લ્યો દહી ટોસ.

dahi toast banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Aromatic Zayka 19

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Aromatic Zayka 19 ને Subscribe કરજો

નીચે પણ બીજી રેસીપી ની લીંક આપી છે તે પણ અચૂક જોવો

સફેદ કઢી બનાવવાની રીત | Safed kadhi banavani rit

સમોસા રોલ બનાવવાની રીત | Samosa roll banavani rit

વઘારેલ મમરા બનાવવાની રીત | Vagharela mamra banavani rit

મગ નો જ્યુસ બનાવવાની રીત | Mag no juice banavani rit

ઓરીઓ શેક બનાવવાની રીત | Oreo shake banavani rit

દહીં મરચા બનાવવાની રીત | દહીં મિર્ચી બનાવવાની રીત | dahi marcha banavani rit

જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી ગમી હોય તો Share કરવાનું ભુલશો નહીં. તમારી કોઈ સલાહ અથવા સૂચન નીચે કોમેન્ટ કરી જણાવશો

તેમજ તમે અમને Facebook & Instagram પર પણ OfficialNaradmooni અથવા Naradmooni લખી શોધી શકશો અને અમને ત્યાં પણ ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે

Advertisement